ખોખરામાં યુવકની હત્યા મામલે 3 આરોપીઓની ધરપકડ અમદાવાદ:પૂર્વ વિસ્તારમાં શુક્રવારે રાતના સમયે સામાન્ય બાબતમાં થયેલી યુવકની હત્યા મામલે પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામે આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે શુગના ગવંડર નામની 37 વર્ષે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. તેઓ ભાઈપુરા ખાતે રહે છે અને પંજાબી તાળાવાળાની ચાલી આગળ જાહેરમાં એક ઈંડા ચિકનદાણાની લારી ઉભી રાખી વેપાર કરે છે. લારીની સામે નિર્મળા રણજીતસિંહ વાઘેલા રહે છે જેઓ પણ તેઓની ઘરની આગળ એક લારી ઊભી રાખી પાન-બીડી તેમજ ચણાનો ગલ્લો ઊભી રાખે વેપાર કરે છે.
ગુનો દાખલ: આ સમગ્ર બાબતને લઈને નિર્મળા વાઘેલા તેની દીકરી દિવ્યા તેમજ પ્રિતેશ રૂપે બોબડા સામે ખોખરા પોલીસ મથકે હત્યા અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનના PI એ.વાય પટેલે જણાવ્યું હતું કે આ ઘટનાને લઈને ગુનો દાખલ કરી ગુનામાં સામેલ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. લારી મુકવા બાબતે આ ઘટના બની હોય હાલ આરોપીઓની વધુ તપાસ ચાલુ છે.
સામાન્ય બાબતે ઝગડો:13મી જુલાઈ 2023 ના રોજ સાંજના આશરે છ વાગ્યે ફરિયાદી તેમજ તેઓનો દીકરો જીતુ ઈંડાની લારી હાજર હતા, તે વખતે સામે રહેતી નિર્મળાએ તેઓને જણાવ્યું હતું કે તેની લારી અહીંયા ઊભી રાખવી નહીં તેમ કહીને ઝઘડો કર્યો હતો. 14 જુલાઈના રોજ રાતના 8 વાગે આસપાસ ફરિયાદી તેઓના દિકરા જય પ્રકાશ ઉર્ફે જીતુ તેમજ તેઓની માતા કલાબેન લિંગમ સાથે ઈંડાની લારી ખાતે હાજર હતા, તે વખતે ફરિયાદીની માસીનો દીકરો સતિશ ઉર્ફે અપ્પુ લારી ઉપર આવ્યો હતો. તે વખતે સામે નિર્મળાબેન અને પ્રિતેશ અને નિર્મળાની દીકરી દિવ્યા તેની ઘરની બહાર બેઠી હતી. તે વખતે તેઓએ પ્રીતેશને પાસે બોલાવ્યો હતો અને તેની સાથે જ ઝઘડો કર્યો હતો.
છરાથી હુમલો: તે વખતે નિર્મળા પણ સતીશની જોડે આવીને લારી અહીંયા કેમ ઊભી રાખે છે, તેવું કહીને ગાળાગાળી કરી હતી અને સતીશને ગાળો બોલે નિર્મળા અને તેની દીકરીએ સતીષને બળજબરી પકડી રાખી માર માર્યો હતો. તે સમયે પ્રીતેશે પોતાની પાસે રહેલા એક છરાથી જાનથી મારી નાખવાના ઇરાદે પેટમાં ઘા માર્યો હતો અને તે વખતે ફરિયાદીનો દીકરો જીતુ સતીશને છોડાવવા પડતા તેને પણ પ્રિતેશે છરા વડે જાનથી મારી નાખવાના ઇરાદે પેટના વાગ્યે મારી દેતા તે જમીન ઉપર પડી ગયો હતો.
એક વ્યક્તિનું મોત:બંનેને લોહી લુહાણ હાલતમાં ત્યાં જોતા નિર્માણની દીકરી દિવ્યાએ પ્રિતેશને ભાગી જવા માટેનો જણાવતા તે ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે આસપાસના લોકો એકઠા થતા બંને યુવકોને સારવારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ફરિયાદીના દીકરા જયપ્રકાશ ઉર્ફે જીતુને મૃત જાહેર કર્યો હતો.
- Surat News: હિંદુ નામના બોગસ આધારકાર્ડ બનાવીને કાપડની દુકાન ચલાવતા ઈસમની ધરપકડ
- Ahmedabad Crime : ભારતીય પાસપોર્ટ હોવા છતાં પોર્ટુગલ પાસપોર્ટથી અમદાવાદમાં યુવક આવ્યો, નોંધાયો ગુનો