અલ્પેશ કથીરિયા દ્વારા હાઈકોર્ટમાં જસ્ટીસ વી.એમ પંચોલી સમક્ષ દાખલ કરાયેલા એફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુરત શેસન્સ દ્વારા તેમની જામીન રદ કરવા માટે જે મુદા રજુ કરવામાં આવ્યો છે. એ યોગ્ય નથી. રાજય સરકારે વધુમાં કહ્યું કે અલ્પેશ કથીરિયાએ હાઈકોર્ટ દ્વારા જો જામીન આપવામાં આવે તો એનો દુર-ઉપયોગ કરવો નહિ.
એફિડેવિટના અભ્યાસ મુદ્દે સરકારે સમય માંગતા કથીરિયાને વેકેશન જેલમાં કાઢવું પડશે - ahd
અમદાવાદઃ વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા હિંસક બનાવ કેસમાં સુરત શેસન્સ કોર્ટે દ્વારા રદ કરાયેલી જામીનને પડકારતી અરજી મુદ્દે હાઈકોર્ટમાં અરજદાર અલ્પેશ કથીરિયા દ્વારા એફિડેવિટ દાખલ કરવામાં આવ્યું હતું. જો કે, રાજ્ય સરકારે એફિડેવિટના અભ્યાસ માટે વધુ સમયની માંગ કરતા કથીરિયાને વેકેસન જેલમાં કાઢવાનો વારો આવ્યો હોય એમ લાગી રહ્યું છે. આ મામલે વધુ સુનાવણી 11મી જુનના રોજ હાથ ધરવામાં આવશે.
સ્પોટ ફોટો
કથીરિયાના વકીલ વતી રજુઆત કરવામાં આવી હતી કે તેના દ્વારા સારૂ વર્તન કરવામાં આવશે અને કોઈ સાથે શાબ્દિક કે હિંસક વર્તન કરવામાં આવશે નહી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના નિયમોનું પાલન કરવા મુદે અલ્પેશ કટિબદ્ધ હોવાનો દાવો કર્યો હતો.