અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાંથી એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા છ મહિનાથી ગોંધી રખાયા હતાં. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમંરનો દીકરો અને દીકરી છોડાવ્યા પણ 18 વર્ષની અને 21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતાં. તેમની સાથે ફેસબુક માધ્યમથી વાત કરાવી દેવાઈ હતી. પણ પછીથી દીકરીનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેની સાથે શારીરિક અડપલા થઈ રહ્યા હોવાનુ તે કહી રહી હતી, ત્યાર બાદ પરિવાર દ્વારા પોલીસ અને વેલફેરના લોકોની મદદથી આશ્રમમાં દીકરીની શોધ ખોળ કરાઈ હતી પરંતુ, હવે એ દીકરી ગુમ થઈ જતા સમગ્ર તંત્ર દોડતુ થઈ ગયુ હતું.
નિત્યાનંદ આશ્રમ વિવાદ: કરણીસેનાએ આશ્રમમાં કર્યો હોબાળો - કરણી સેના
અમદાવાદ: શહેરના હાથીજણમાં હીરાપુર ગામમાં DPS શાળાના આશ્રમમાં કરણી સેનાના 50 કાર્યકરો અને પોલીસે હલ્લાબોલ કર્યો હતો. યુવતીને આશ્રમમાં ગોંધી રખાયા મામલે હલ્લા બોલ કરાયો હતો. જેમાં આશ્રમના તાળા પણ તોડવામાં આવ્યા હતાં.
નિત્યાનંદ આશ્રમ
આ સમગ્ર મામલે કરણીસેના પરિવારના સમર્થનમાં આવ્યું હતું અને નિત્યાનંદ આશ્રમ પાસે કરણીસેનાના કાર્યકરો પહોંચ્યા હતાં, જ્યાં કરણીસેનાનાં કાર્યકરોએ આશ્રમમાં પ્રવેશવા માટે હોબાળો પણ કર્યો હતો અને પોલીસ સાથે પણ તકરાર કરી હતી. જોકે આશ્રમ પાસે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.