ETV ભારત સાથે કપિલ સિબ્બલે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભાજપ પાસે મુદ્દા નથી એટલે રાષ્ટ્રવાદ, હિન્દૂ-મુસ્લિમ, ભારત-પાકિસ્તાનના મુદ્દાઓ પર ચૂંટણી લડી રહી છે. દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે .
પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલ સાથે ETV ભારતની ખાસ વાતચીત - bjp
અમદાવાદ: ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 23મી એપ્રિલે મતદાન થશે, ત્યારે કોંગ્રેસ દિગ્ગજ નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા છે અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને સુપ્રીમ કોર્ટના ખ્યાતનામ વકીલ કપિલ સિબ્બલ પણ આજે અમદાવાદની મુલાકાતે હતા. સિબ્બલે નોટબંધીને આઝાદી બાદ દેશનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું હતું.
ફાઈલ ફોટો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારા ચૂંટણી ઢંઢેરામાં રાષ્ટ્રદ્રોહ કલમ દૂર કરવા મુદ્દે ભાજપ લોકોને ગુમરાહ કરી રહી છે. જ્યારે મોદી પાકિસ્તાનમાં બિરયાની ખાવા જાય છે નવાજ શરીફને ગળે પણ મળ્યા હતા. વધુમાં આ વખતે ભાજપની સરકાર દેશમાં નહિ બચે તેવું પણ કહ્યું હતું.