શહેરના વસ્ત્રાપુર તળાવ ખાતે અમદાવાદના પત્રકારો એકઠા થયા હતા અને જૂનાગઢમાં થયેલા બનાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પત્રકારો પર હુમલો થવો એ સામાન્ય ઘટના બની ગઈ છે. પત્રકાર જ્યારે પોતાનું કામ કરી રહ્યો અને સત્ય હકીકત લોકો સમક્ષ લાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય ત્યારે તેને રોકવા માટે જ હુમલા કરવામાં આવે છે અને ધમકી પણ આપવામાં આવે છે.
જૂનાગઢમાં પત્રકાર પર થયેલા હુમલાને લઈને પત્રકારોએ બેઠક યોજી... - attack
અમદાવાદ : જૂનાગઢમાં પોલીસ દ્વારા પત્રકાર પર થયેલા હુમલાને લઈને સમગ્ર પત્રકાર જગતમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર તરફથી પણ આ મામલે મૌન સાધવામાં આવ્યું છે. જેને લઈને અમદાવાદમાં પત્રકારો દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદમાં પત્રકારો દ્વારા બેઠક યોજવામાં આવી
પત્રકારો પર કોઈ હુમલા ના થાય તે માટે બેઠકમાં પત્રકારોની સુરક્ષા માટે કાયદો લાવવાની માગણી કરવામાં આવી હતી. ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ મળવાના પ્રયત્નો પત્રકારો દ્વારા કરવામાં આવી રહ્યાં હતા. પંરતુ પત્રકારોને સમય આપવામાં આવતો નથી માટે બંને મુદ્દે અમદાવાદથી ગાંધીનગર સુધી રેલી યોજવાની પણ પત્રકારોએ તૈયારી બતાવી હતી. આમ પત્રકારો દ્વારા મળેલી બેઠકમાં પત્રકારો માટેના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.