ગુજરાત

gujarat

ETV Bharat / state

જીતુ વાઘાણીએ ભાજપના ધારાસભ્યોને કોરોના ફંડમાં દાન આપવા કરી અપીલ - જીતુ વાઘાણી

પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ રોજનું રળીને પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરતાં જરૂરિયાતમંદ નાગરિકો માટે રાશનની વ્યવસ્થા કરવાના નિર્ણયને આવકાર્યો હતો અને ધારાસભ્યો દ્વારા પોતાના પગારમાંથી કોરોના વાઇરસ સામેની લડત અર્થે રૂપિયા એક લાખના અનુદાનની અપીલ કરી હતી.

જીતુ વાઘાણીએ ભાજપના ધારાસભ્યોને કોરોના ફંડમાં દાન આપવા અપીલ કરી
જીતુ વાઘાણીએ ભાજપના ધારાસભ્યોને કોરોના ફંડમાં દાન આપવા અપીલ કરી

By

Published : Mar 25, 2020, 5:22 PM IST

Updated : Mar 25, 2020, 5:52 PM IST

અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ દ્વારા કોરોના સામેની લડાઈમાં સહાય માટે 'રાહત નિધિ' એકત્રિત કરવાની જાહેરાતને આવકારી સમગ્ર પ્રધાનમંડળ તેમજ ભાજપના ધારાસભ્યો દ્વારા પોતાના પગારમાંથી કોરોના વાઇરસ સામેની લડત અર્થે રૂપિયા એક લાખના અનુદાનની અપીલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કરી હતી.

જીતુ વાઘાણીએ ભાજપના ધારાસભ્યોને કોરોના ફંડમાં દાન આપવા કરી અપીલ

જીતુ વાઘાણીએ રોજનું રળીને પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરતા હોય છે તેવા જરૂરિયાતમંદ નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા રાશનની વ્યવસ્થા કરવાના નિર્ણયને આવકાર્યો હતો અને સંસદ સભ્યો, ધારાસભ્યો, ભાજપના પદાધીકારિયો, અન્ય જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને મોટી સંખ્યામાં એકઠા થયાં સિવાય તંત્રની મુશ્કેલી ન થાય તે રીતે, તંત્રના સાથ સહકાર સાથે જે તે વિસ્તારના જરૂરિયાત મંદ નાગરિકોને મદદ પહોંચે અને મદદથી કોઇ વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું.

ભાજપનો કાર્યકર્તા આ સંવેદનશીલ સમયમાં મોટી સંખ્યામાં એકઠા થયાં સિવાય પ્રત્યેક બૂથ સુધી વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરાયેલા લૉકડાઉનનું પાલન સ્વયંશિસ્તથી થાય તેની અગ્રેસર રહી ચિંતા કરે તેમ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ ફેલાવાને અટકાવવા માટે, કોરોના વાઈરસના સંક્રમણની સાઇકલને તોડવા માટે આગામી 21 દિવસ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે અતિ મહત્વપૂર્ણ છે. પરિસ્થિતિની ગંભીરતાને અનુલક્ષીને જ પીએમ મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉન જાહેર કર્યું છે. લૉકડાઉનની જાહેરાતથી નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી, જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ આગામી 21 દિવસ સુધી મળતી રહેવાની છે.

Last Updated : Mar 25, 2020, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details