અમદાવાદઃવડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની બુધવારે મોડી રાત્રે સર્કિટ હાઉસ ખાતેથી આસામ (Assam Police Arrested Jignesh Mevani) પોલીસે ટ્વીટના સંદર્ભ પર ધરપકડ કરી છે. આસામમાંમેવાણી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેને લઈને આસામ પોલીસે મેવાણીની ધરપકડ કરી છે. મેવાણીની ધરપકડ કરીને આસામ પોલીસ તેમને પાલનપુર સિટી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાંથી ટીમ મેવાણીને લઈને અમદાવાદ આવી હતી. જીજ્ઞેશ મેવાણીની ધરપકડને પગલે તેના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા એરપોર્ટ પર હોબાળોમચાવવામાં આવ્યો હતો. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને મળવા કોંગ્રેસના ઘણા નેતાઓ એરપોર્ટ પર હતા.
આ પણ વાંચોઃPM મોદી વિરુદ્ધ અનેક ટ્વીટ કરતા જીગ્નેશ મેવાણી વિરુદ્ધ આસામના એક વ્યક્તિએ કરી ફરીયાદ
જીજ્ઞેશ મેવાણી સામે કેસ દાખલ -આસામ પોલીસે બુધવારે મોડી રાત્રે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની (Jignesh Mevani Assam Case) ધરપકડ કરી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, જેઓ "ગોડસેને ભગવાન માને છે. તેમણે ગુજરાતમાં કોમી અથડામણો સામે શાંતિ અને સૌહાર્દની અપીલ કરવી જોઈએ. જેથી મેવાણી સામે કલમ 120B (ગુનાહિત કાવતરું), કલમ 153(A) (બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295(A), 504 (શાંતિનો ભંગ કરવા માટે ઇરાદાપૂર્વકનું અપમાન) અને ITની કલમો હેઠળ કેસ (Jignesh Mevani Tweet) દાખલ કરવામાં આવ્યો હતો.