અમદાવાદ: આવી જ કંઈક કહાની છે, અમદાવાદમાં ફરજ બજાવી રહેલા મૂળ કચ્છ-ભુજ કેડરના SRP જવાન રોનક કુમાર પરમારની. રોનક કુમારની ડ્યૂટી એક મહિનાથી અમદાવાદમાં છે.
SRP જવાનની નવજાત બાળકી કાચની પેટીમાં છે, છતાં તેઓ અમદાવાદમાં ફરજ પર હાજર - અમદાવાદ ન્યુઝ
દેશ પર જ્યારે કોઈપણ વિપત્તિ આવી પડે છે, ત્યારે સૌથી પહેલાં રજા કેન્સલ સંરક્ષણ દળના જવાનોની થાય છે અને તેમને 24 કલાક ખડેપગે રહેવું પડે છે. તે માટે તેઓ પોતાની અંગત જિંદગીમાં કેટલીક કુરબાની આપતા હોય છે.
1 એપ્રિલના રોજ તેમના વતન કચ્છ-ભુજ ખાતે તેમની પુત્રીનો જન્મ થયો હતો. તેમની પત્નીને પ્રીમૅચ્યોર ડિલિવરી થઈ હોવાથી પુત્રીની હાલત અત્યારે ખૂબ જ ગંભીર છે અને તેને કાચની પેટીમાં રાખવામાં આવી છે. તેમના ઉપરીઓએ તેમને પોતાના વતન કચ્છ-ભુજ જવા કહ્યું, પરંતુ તેમને કાળજા પર પથ્થર મૂકીને પણ આ લોકડાઉનની પરિસ્થિતિમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવશે તેમ જણાવ્યું.
આ તકે SRP જવાને ETV BHARATના માધ્યમથી શહેરીજનોને એક જ સંદેશો આપ્યો કે, જ્યારે પોલીસ, ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, ફાયર ફાઈટર્સ અને મીડિયાકર્મીઓ તમારા માટે જીવના જોખમે બહાર કામ કરી રહ્યા છે. તો તમે પણ તેમના માટે ફક્ત એક ફરજ નિભાવો, ઘરમાં રહો સુરક્ષિત રહો.
તો આવા કેટલાક કિસ્સાઓ હશે જે ફરજ બજાવી રહેલા જવાનોની દિલમાં કેદ થયેલા હશે. કદાચ તેમના સુધી કોઈ એવું માધ્યમ નહીં પહોંચ્યું હોય, કે જે લોકો સુધી પહોંચી શકે. પરંતુ હવે આપણે એટલું જ કરવાનું છે કે, આ કપરી મહામારીના સમયમાં ઘરે રહીને દેશની સેવા કરવી.