ગુજરાત

gujarat

ETV Bharat / state

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાના 7 વર્ષ થયાં પણ અમદાવાદનું નામ કર્ણાવતી થયું નહીં : આચાર્ય ધર્મેન્દ્ર, VHP - મહંત દિલીપદાસજી

અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે 144મી રથયાત્રા મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. ત્યારે અષાઢી બીજે રથયાત્રા નીકળી હતી. ત્યારે મહંત દિલીપદાસજીને શુભકામનાઓ આપવા અને શુભેચ્છા મુલાકાત લેવા અનેક સંપ્રદાય અને ધર્મના વડા આવી હતા.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાના 7 વર્ષ થયાં પણ અમદાવાદનું નામ કર્ણાવતી થયું નહીં : આચાર્ય ધર્મેન્દ્ર, VHP
નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાના 7 વર્ષ થયાં પણ અમદાવાદનું નામ કર્ણાવતી થયું નહીં : આચાર્ય ધર્મેન્દ્ર, VHP

By

Published : Dec 26, 2021, 8:03 PM IST

અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદના આચાર્ય ધર્મેન્દ્રએ (Acharya Dharmendra of Vishwa Hindu Parishad) દિલીપદાસજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રામ મંદિર બનવાથી તેઓ ખુબ ખુશ છે. બાબરીધ્વંસના પહેલા આરોપી તેઓ પોતે જ હતા.બાબરી ધ્વંસ બાદ હજી કાશી અને મથુરા પણ લેવાના બાકી છે.

આચાર્ય ધર્મેન્દ્રના મોહન ભાગવત પર પ્રહાર

આચાર્ય ધર્મેન્દ્ર સર સંઘ સંચાલકને પણ આડે હાથે લીધા હતા. સર સંઘ સંઘચાલક મોહન ભાગવતે પોતાની એક સભામાં હિન્દુ અને મુસ્લિમોના DNA એક હોવાનું જણાવ્યું હતું. ત્યારે ધર્મેન્દ્ર આચાર્યએ જણાવ્યું છે કે, સર સંઘ સંચાલક DNAની વાત કરે છે. પરંતુ કદાચ એ ભૂલી ગયા છે કે DNAએ તો રાવણ અને વિભીષણનું પણ એક જ હતું. પ્રહલાદ અને હિરણ્યકશ્યપનું પણ એક જ હતું. મમતા બેનરજી અને બંકિમચંદ્ર ચટોપાધ્યાયનું પણ એક જ છે. તેમના DNA પણ એક હતા પણ મન અને મસ્તિષ્ક તેમજ વિચાર પવિત્ર હોવા જરૂરી છે.

ધર્મેન્દ્રની નરેન્દ્ર મોદીને ચેલેન્જ

આચાર્ય ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં તેઓ પોતે વડાપ્રધાનનરેન્દ્ર મોદી માટે ગુજરાતના ગામડાથી લઈને મોટા શહેરો સુધી પ્રચાર કર્યો હતો અને કહ્યું હતું કે જો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ચૂંટાશે તો અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરી નાખવામાં આવશે. પરંતુ વડાપ્રધાન થઈને સાત વર્ષ થવા છતાં નરેન્દ્ર મોદીએ તેમ કર્યું નથી. અહીં આચાર્ય ધર્મેન્દ્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપ્યું હતું કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવી છે. તો હૈદરાબાદને ભાગ્યનગર બનાવીને દેખાડો. ભારતના કેટલા શહેરો અને સ્થળોના નામ ગુલામીના પ્રતીક છે, ત્યારે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ બનાવો. રાવલપિંડીથી લઈને ઢાકા સુધી અખંડ હિંદુ રાષ્ટ્રની સ્થાપના થવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં આ શક્ય છે. ઈશ્વર તેમને શક્તિ આપે.

આ પણ વાંચો:Pm Modi On Child Vaccination: 15થી 18 વર્ષના બાળકો માટે 3 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ

આ પણ વાંચો:PM Modi addressed Gurparab Celebrations 2021: ગુરુ નાનક દેવે ભારતને સુરક્ષિત રાખવાનો માર્ગ મોકળો કર્યો

ABOUT THE AUTHOR

...view details