અમદાવાદઃ શહેરમાં આજે ભારત સરકાર હસ્તકની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેસ્ટીસાઈડ ફોર્મ્યુલેશન (Technology in Pesticide Manufacturing)ટેકનોલોજીના ડાયરેક્ટર દ્વારા એક સેમિનાર યોજવામાં (IPFT Seminar) આવ્યો હતો. આ સેમિનારમાં રાજ્યના પેસ્ટીસાઈડ ફોર્મ્યુલેશન કરતી કંપનીના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ સેમિનારમાં પેસ્ટી સાઈડમાં કેમિકલની માત્રા ઘટાડવા અંગે તથાટેકનોલોજીના ઉપયોગ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઇન્ડસ્ટ્રીના લોકો વચ્ચે સેમિનાર યોજાયો -જેમાં સવારથી અમદાવાદના IPFTના ડાયરેકટ અને (Institute of Pesticide Formulation Technology)અલગ અલગ ઇન્ડસ્ટ્રીના લોકો વચ્ચે સેમિનાર યોજાયો હતો. અત્યારે પેસ્ટિસાઈડના કારણે થતા રોગો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી અને પેસ્ટિસાઈડ મેન્યુફેક્ચરિંગમાં ટેકનોલોજીના ઉપયોગ કરીને કેમિકલનો ઘટાડો કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને નુકસાન ન થાય તે તકેદારી રાખવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીમાં આવતા પ્રશ્નોના નિવારણ પણ ડાયરેકટર દ્વારા આપવામાં આવ્યા હતા.