ગુજરાત

gujarat

ETV Bharat / state

નિત્યાનંદ આશ્રમ મામલે મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ - LAETST NEWS OF Nityanand Ashram

ગાંધીનગરઃ અમદાવાદ શહેરના હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો થઈ રહ્યાં છે. એક મહિલાના માતા-પિતાએ આશ્રમ દ્વારા દીકરીને ગોંધી રાખી તેની પર અત્યાચાર કરતાં હોવાનો આરોપ લગાવ્યો છે. તેમજ આ મામલે કડક તપાસ કરી યોગ્ય પગલાં લેવાની માગ કરી છે. હાલ આ ઘટના મીડિયાનું કેન્દ્ર બની છે. તેથી તંત્રને આ અંગે તપાસ કરવાની ફરજ પડી છે.

નિત્યાનંદ આશ્રમ મામલે મહિલા આયોગે આપ્યાં તાપસના આદેશ

By

Published : Nov 16, 2019, 7:33 PM IST

હાલ ચર્ચામાં આવેલાં નિત્યાનંદ આશ્રમના મામલે પોલીસ કમિશ્નરને તપાસનો આદેશ કરાયો છે. હાથીજણમાં આવેલાં આ આશ્રમ વિરૂદ્ધ દીકરીને માતા-પિતાએ ગંભીર આરોપ લગાવ્યાં છે. તેઓ જણાવી રહ્યાં છે કે, "તેમની દીકરીને આશ્રમમાં ગોધી રાખીને તેની પર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવે છે. આથી, આશ્રમ વિરૂદ્ધ કડક પગલામાં લેવામાં આવે."

નિત્યાનંદ આશ્રમ મામલે મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ

આ સમગ્ર ઘટના હાલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. પરીણામે રાજ્ય સરકારના મહિલા આયોગ અને બાળ મહિલા આયોગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ અમદાવાદ પોલીસને પણ આ ઘટનાની તાત્કાલિક ધોરણે તપાસ કરી રીપોર્ટ તૈયાર કરવાનો આદેશ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details