ગુજરાત

gujarat

ETV Bharat / state

ભરતસિંહ સોલંકીના સમર્થકોએ કૉંગ્રેસ ભવનમાં લગાવી નવી નેમપ્લેટ, વિરોધની ઘટનાને વખોડી - ભરતસિંહ સોલંકીનો વિરોધ

અમદાવાદની જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક (Jamalpur Khadia Assembly Seat) પર કૉંગ્રેસ ઈમરાન ખેડાવાલાને ટિકીટ આપી છે. તેના કારણે કૉંગ્રેસના પૂર્વ કોર્પોરેટર શાહનવાઝ શેખના સમર્થકો (Congress Workers Protest in Congress Bhavan) ભડક્યા હતા. ને તેમણે કૉંગ્રેસ ભવન ખાતે તોડફોડ કરી હતી. ત્યારે હવે આજે ભરતસિંહ સોલંકીના સમર્થકોએ (Protest for Bharatsinh Solanki) આ ઘટનાને વખોડી કાઢી નેતાઓની નવી નેમપ્લેટ ફરી લગાવી દીધી હતી.

ભરતસિંહ સોલંકીના સમર્થકોએ કૉંગ્રેસ ભવનમાં લગાવી નવી નેમપ્લેટ, વિરોધની ઘટનાને વખોડી
ભરતસિંહ સોલંકીના સમર્થકોએ કૉંગ્રેસ ભવનમાં લગાવી નવી નેમપ્લેટ, વિરોધની ઘટનાને વખોડી

By

Published : Nov 15, 2022, 3:55 PM IST

અમદાવાદગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા કૉંગ્રેસનો આંતરિક વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હજી ગઈકાલે (સોમવારે) જ કૉંગ્રેસના પૂર્વ કોર્પોરેટર શાહનવાઝ શેખના સમર્થકોએ કૉંગ્રેસ ભવન ખાતે તોડફોડ કરી નેતાઓની નેમપ્લેટ ઉખાડી (Congress Workers Protest in Congress Bhavan) નાખી હતી. ત્યારે આજે કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીના સમર્થકોએ તેમના નામની નેમપ્લેટ ફરી લગાવી દીધી હતી.

શાહનવાઝ શેખના સમર્થકો રોષે ભરાયા કૉંગ્રેસે અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠક પરથી ઈમરાન ખેડાવાલાને ફરી એક વાર વિધાનસભાની ટિકીટ આપી છે. ત્યારે જમાલપુર ખાડિયાના જ પૂર્વ કોર્પોરેટર અને NSUIના ટોપના નેતા શાહનવાઝ શેખના સમર્થકોએ ગઈકાલે (સોમવારે) અમદાવાદ કૉંગ્રેસ ભવન ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને વખોડવા માટે ભરતસિંહ સોલંકીના સમર્થકો (Protest for Bharatsinh Solanki) અને અમિત ચાવડાના સમર્થકો આજે (મંગળવારે) કૉંગ્રેસ ભવન પહોંચ્યા હતા, સાથે જ તેમણે નેતાઓની નવી નેમપ્લેટ ફરી લગાવી દીધી હતી.

શાહનવાઝ શેખના સમર્થકો રોષે ભરાયા

રજૂઆત કરવાની એક રીત હોય આ સમગ્ર મામલે યૂથ કૉંગ્રેસના નેતા રાજેશ સોનીએ જણાવ્યું હતું કે, ગઈકાલે જે પણ ઘટના બની એને અમે વખોડવા માટે આવ્યા છીએ. કોઈ પણ વ્યક્તિ પોતાની ટિકીટ માટે પક્ષની અંદર રજૂઆત કરી શકે છે. મોવડી મંડળમાં પણ રજૂઆત કરી શકે છે. અમારા શ્રેષ્ઠ નેતૃત્વને પણ રજૂઆત કરી શકે છે. રજૂઆત કરવાનો મતલબ એ નથી કે, કોઈ નેતાને તમે ખોટી રીતે ચિતરો કે પછી નેતાને ખોટી રીતે બદનામ કરવાના પ્રયાસ કરો.

ભરતસિંહ સોલંકીના સમર્થકોએ ઘટનાને વખોડી તેમણે ઉમેર્યું હતું કે, કાર્યકર્તાઓને ભડકાવીને મોકલીને તેમનો જે પ્રયાસ હતો ગઈકાલે જે ચેષ્ટા કરવામાં આવી. ભરતસિંહ સોલંકી (Protest for Bharatsinh Solanki) અને અમિત ચાવડાની જે નેમપ્લેટ તોડી પાડવામાં આવી. તેમના ફોટા સળગાવવામાં આવ્યા. તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. અમે એવું સ્પષ્ટપણે માનીએ છીએ કે, કોઈ પણ ઉમેદવારે પોતાના ટિકીટ માટે રજૂઆત કરવી હોય તો પાર્ટીના ફોર્મમાં રહીને રજૂઆત કરો આ રીતે પક્ષની અંદર ચલાવી ન લેવાય.

ABOUT THE AUTHOR

...view details