● આયુર્વેદના શલ્ય અને શાલકયના પોસ્ટ ગ્રેજ્યુએટ 58 શસ્ત્ર ક્રિયાઓ કરી શકશે
● ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કર્યો કેન્દ્રના નોટિફિકેશનનો વિરોધ
● IMA એ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર
અમદાવાદઃ સીસીઆઈએમ દ્વારા તાજેતરમાં પ્રકાશિત ગેઝેટ મુજબ, આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડોકટરો શલ્ય સર્જરી (જનરલ સર્જરી) અને શાલક્ય (ઇએનટી) ને 58 શસ્ત્ર ક્રિયાઓ કરવા માટે કાનૂની મંજૂરી આપવામાં આવી છે. આઈએમએ આનો દેશભરમાં વિરોધ કર્યો છે. સીસીઆઈએમ દ્વારા પ્રકાશિત આ ગેઝેટમાં આ શાસ્ત્રોની સીમાઓ સમજાવાઇ છે અને જૂની સૂચનાઓ સ્પષ્ટ કરવામાં આવી છે. આમાં કંઈ નવું નથી, આયુર્વેદના આ શાખાઓના અનુસ્નાતક લાંબા સમયથી આ શસ્ત્રક્રિયાની કામગીરી કરી રહ્યા છે. આયુર્વેદમાં શસ્ત્રક્રિયા વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરનારા શિક્ષિત અને પ્રશિક્ષિત ડોકટરોને લઈને ઈન્ડીયન મેડિકલ એસોસિએશન આ ગેઝેટનો વિરોધ કરી રહ્યું છે.
કેન્દ્રના સર્જરી અંગેના નિર્ણયનો આઇએમએ કરી રહી છે વિરોધ, નીમાનો જોરદાર જવાબ - Indian Medical Association
સીસીઆઈએમ દ્વારા તાજેતરમાં પ્રકાશિત ગેઝેટ મુજબ, આયુર્વેદમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડોકટરો શલ્ય સર્જરી (જનરલ સર્જરી) અને શાલક્ય (ઇએનટી) ને 58 શસ્ત્ર ક્રિયાઓ કરવા માટે કાનૂની મંજૂરી આપવામાં આવી છે. આઈએમએ આનો દેશભરમાં વિરોધ કર્યો છે.
xz
● નિમાએ ગેઝેટ બદલ કેન્દ્ર સરકારનો આભાર માન્યો
જોકે નીમા(નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન) એ આ ગેઝેટને આવકારે છે અને આ ગેઝેટ માટે સીસીઆઈએમ અને કેન્દ્ર સરકારનો આભાર માને છે. આધુનિક શસ્ત્રક્રિયાના પિતા તરીકે આચાર્ય સુશ્રુત માનવામાં આવે છે. ઘણા આયુર્વેદિક ગ્રંથોમાં હજારો વર્ષો પહેલાં પણ ઘણી મુશ્કેલ શસ્ત્રક્રિયાઓ સફળતાપૂર્વક કરવાના પુરાવા મળ્યા છે.