ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Crime: ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં 425 કરોડના ડ્રગ્સ સાથે 5 ઈરાની ઝડપાયા - 425 કરોડના ડ્રગ્સ સાથે 5 ઈરાની ઝડપાયા

ભારતીય જળસીમામાંથી ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાડે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી કરોડોની કિંમતના ડ્રગ્સ સાથે પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ મામલે ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા મધદરિયેથી 425 કરોડ થી વધુનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે.

Gujarat Crime: ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં 425 કરોડના ડ્રગ્સ સાથે 5 ઈરાની ઝડપાયા
Gujarat Crime: ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં 425 કરોડના ડ્રગ્સ સાથે 5 ઈરાની ઝડપાયા

By

Published : Mar 7, 2023, 7:55 AM IST

અમદાવાદ: ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા અનેકવાર ભારતની જળસીમામાં થઈને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં ડ્રગ્સની હેરાફેરી થતા પહેલા જ તેને મધદરિયેથી અટકાવવાની મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે, ત્યારે ફરી એકવાર ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરનાર શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો:Jamnagar Crime : જામનગરમાં જમાઈએ સસરાનું અપહરણ કર્યું, કારણ છે કંઈક આવું...

ભારતમાં નાર્કોટિક્સ લઈને પ્રવેશ: ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે 61 કિલો નારકોટિક્સ સાથે 5 જેટલા ઈરાનીઓની ધરપકડ કરી છે. હાલ તો આ સમગ્ર મામલે ડ્રગ્સ અને તમામ શખ્સોની વધુ તપાસ માટે ક્રૂ મેમ્બર અને બોટને ઓખા બંદર પાસે લઈ જવામાં આવ્યા છે. ગુજરાતી એ.ટી.એસ અને ભારતીય કોસ્ટ ગાર્ડનને ખાસ ઇનપુટ મળ્યા હતા કે, કેટલાક ઈરાની એક બોટ મારફતે ભારતમાં નાર્કોટિક્સ લઈને પ્રવેશ કરવા માટે ભારતીય જળ સીમા નજીક પહોંચ્યા છે જે ઇનપુટના આધારે કોસ્ટગાર્ડે દરિયામાં ICGS મીરાંબહેન તથા ICGS અભીક શીપ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન

આ પણ વાંચો:Ahmedabad Crime : મેઘાણીનગરમાં કંસ મામાએ ભાણીને અવાજ કરવા બાબતે ફટકારી અને બનેવીની માતાની હત્યા કરી

407 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું: મહત્વનું છે કે, આ સમગ્ર મામલે ઝડપાયેલા તમામ ઈરાનીઓની સત્તાવાર ધરપકડ બાદ પૂછપરછ હાથ ધરવામાં આવશે. આ ડ્રગ્સ કોની પાસેથી લાવ્યા હતા અને કોને આપવાના હતા. અગાઉ આ રીતે ભારતમાં ડ્રગ્સ ઘુસાડી ચૂક્યા છે કે, કેમ તે તમામ દિશામાં પૂછપરછ હાથ ધરાશે. મહત્વનું છે કે, છેલ્લા 18 મહિનામાં કોસ્ટગાર્ડ અને ATSએ સંયુકત ઓપરેશન કરી 407 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જે પકડાયેલા ડ્રગ્સની બજાર કિંમત 2,355 કરોડ જેટલી છે. બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને ઓખા લાવવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details