એશલી રેબેલોએ સોનાક્ષી સિંહ, ઐશ્વર્યા રાય બચ્ચન અને કેટરિના કૈફ સહિતના ફિલ્મ સ્ટાર્સ સાથે કામ કરેલું છે. સલમાન ખાન, આમિર ખાન, શાહીદ કપૂર, ઇમરાન ખાન અને શાહરૂખ ખાનમાં પુરૂષોની સેલિબ્રિટીઝનો સમાવેશ થાય છે. જયારે અમદાવાદમાં ઈનીફળનાં ફેશન શૉમાં હાજરી આપવા માટે આવ્યા હતા. ત્યારે તેમણે જણાવ્યું કે, "આજકાલના યુવાનો ઉત્સાહી હોય છે અને એમને જરૂર હોય છે બસ એક પ્લેટફોર્મની જો એમનેએ મળી રહે તો આ યુવાનો ખુબ જ આગળ પહોંચી શકે છે."
‘ભારત’ મારા કારકિર્દીની સૌથી સફળ ફિલ્મ સાબિત થશેઃ એશલે રેબેલો - AHD
અમદાવાદ: બૉલીવૂડના જાણીતા ફેશન ડિઝાઈનર એશલે રેબેલો કે, જે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી સાથે છેલ્લા 25 વર્ષોથી જોડાયેલા છે. તેમને ઘણી બૉલીવૂડ ફિલ્મમાં કપડાં ડિઝાઇન કર્યા છે. એશલે રેબેલોએ ભારતના બેસ્ટ ફેશન ડિઝાઇનર અને બૉલીવુડના ટોચના કોસ્ચ્યૂમ ડિઝાઇનર બનવા માટે સખત મહેનત કરી છે.
Ashley Rebello
એશલેએ ભારત ફિલ્મ જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં છે. ભારત ફિલ્મના પણ કપડાં ડિઝાઇન કર્યા છે. તેમના અનુભવ વિષે તેઓ જણાવ્યું કે, "હું છેલ્લા 12 વર્ષથી સલમાન સાથે કામ કરું છું. મારો અનુભવ ખુબ જ સારો રહ્યો છે. સલમાન ખુબ જ સિમ્પલ વ્યકતિ છે. ભારત ફિલ્મએ મારી કારકિર્દી માટે મહત્વની ફિલ્મ છે. ખુબ જ મજા આવી ભારતની ટીમ સાથે કામ કરીને."