અમદાવાદ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ તનતોડ મહેનત કરી રહી છે. તમામ પાર્ટીઓના રાષ્ટ્રીય નેતાઓ વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ 20 સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં (Aam Aadmi Party Star Campaigner List) પૂર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહનો (Former Cricketer Harbhajan Singh) પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે હવે તેઓ પાર્ટીના પ્રચાર માટે ગુજરાતની ગલીઓમાં ફરતા જોવા મળશે.
કેજરીવાલ મહત્વની ભૂમિકામાં આ વખતે ગુજરાતની ચૂંટણીમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યપ્રધાન સહિતના નેતાઓ ગુજરાતમાં પ્રચારક તરીકે મહત્વની ભૂમિકા ભજવશે.
ક્રિકેટર હરભજન સિંહ આવશે ગુજરાતભારતના સ્ટાર સ્પિનર અને પંજાબના રાજ્યસભાના સંસદ હરભજન સિંહની (Former Cricketer Harbhajan Singh) પણ ગુજરાતમાં પ્રચાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. સાથે જ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન, પંજાબ સરકારના મહિલા પ્રધાન બલજિન્દર કૌર અને અનમોલ ગગન માન, સાંસદ સંજય સિંહ,રાઘવ ચઢ્ઢા સહિતના લોકોને ગુજરાતમાં પ્રચારકની ભૂમિકા આપવામાં આવી છે.
ગુજરાતમાંથી 11 લોકો સ્ટાર પ્રચારકની નિમણૂકઆમ આદમી પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારક તરીકે કુલ 20 લોકોની નિમણૂક કરવામાં આવી છે. આમાંથી 11 ગુજરાતના નેતાની પસંદ કરવામાં આવી છે. આ યાદીમાં (Aam Aadmi Party Star Campaigner List) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) ગુજરાતના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, અલ્પેશ કથેરીયા, મનોજ સોરઠીયા, જગમાલ વાળા, રાજુ સોલંકી, પ્રવીણ રામ, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, ગૌરી દેસાઈ, માથુર બાલદનીય, અજિત સોલંકી, રાકેશ હરીપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાઘવ ચઢ્ઢા આજથી 4 દિવસ ગુજરાતની મુલાકાતેઆમ આદમી પાર્ટીના (Aam Aadmi Party Gujarat) સહપ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા આજથી ચાર દિવસ માટે ગુજરાતની આવી રહ્યા છે. આ 4 દિવસ સમગ્ર ઉત્તર ગુજરાતનો પ્રવાસ કરશે. આજ બપોરે સુરત એરપોર્ટ પર તેમનું આગમન થશે. ત્યારબાદ નવસારીમાં રોડ શો અને જંગી જનસભા સંબોધન છે ચાર દિવસની અંદર 6 રોડ શો અને 4 જંગી જનસભા સંબોધનનું આયોજન કરવામાં આવ્યું છે.