થેલેસેમિયા ડે-કેર સેન્ટરમાં દર મંગળવારે અને ગુરુવારે ગુજરાતમાંથી તથા ગુજરાત બહારથી આવતાં થેલેસેમિયા ગ્રસ્ત બાળકો તથા તેમના પરિવાર માટે તમામ જરૂરી સવલતો તથા ગુણવત્તાસભર સારવાર સાથે નાસ્તો, ભોજન તેમજ બાળકો માટે ઘોડિયા ઘર, રમત-ગમતના સાધનો, લાઇબ્રેરી, મેડિકલ ચેક-અપ તથા કાઉન્સેલિંગ જેવી વિવિધ સવલતો ઉપરાંત બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર પણ ચાલુ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં અસારવા ખાતે થેલેસેમિયા ડે-કેર સેન્ટરનું ઉદ્ઘાટન - Gujarati new
અમદાવાદઃ સમાજમાં વ્યાપેલી થેલેસેમિયા મેજરની બીમારીને નાથવાના ભગીરથ પ્રયાસના ભાગરૂપે અમદાવાદના જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી અસારવા ખાતે થેલેસેમિયા ડે-કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.
સ્પોટ ફોટ
બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટરનું નામાભિધાન થેલેસેમિયાગ્રસ્ત સ્વર્ગસ્થ દીકરી કુમારી રિચા રાજપુતના નામે સ્નેહલ ગ્રૂપ ઓફ કંપનીના પ્રેસિડન્ટ ચિરંજીવી પટેલ તથા હાઉસ મેરીગોલ્ડના ચેરપર્સન શિલ્પા ભૂપતાણીના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો સહિત રાજકોટના પ્રકાશ રાઠોડ, અમદાવાદના ડો. સુભાષ આપ્ટે, કુમારી રિચાના માતા-પિતા પ્રમોદ રાજપુત તથા પિન્કી રાજપુત અને ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.