ગુજરાત

gujarat

ETV Bharat / state

CM રૂપાણીએ વિરમગામમાં ટાઉનહોલનું ઈ-લોકાર્પણ કર્યું - મુખ્ય પ્રધાન

સરકારી સ્વર્ણિમ્ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 288.70 લાખનું આધુનિક ટાઉન હોલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ કર્યું હતું.

વિરમગામમાં ટાઉનહોલનું ઈ-લોકાર્પણ, ટાઉનહોલ એ ગામની ઓળખ છેઃ CM રૂપાણી
વિરમગામમાં ટાઉનહોલનું ઈ-લોકાર્પણ, ટાઉનહોલ એ ગામની ઓળખ છેઃ CM રૂપાણી

By

Published : Oct 10, 2020, 3:59 PM IST

વિરમગામઃ વિરમગામ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સ્વર્ણિમ્ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ટાઉનહોલનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈ-લોકાર્પણ કર્યું હતું. તેમની સાથે અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ આર. સી. પટેલ, વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રી પટેલ, અમદાવાદ જિલ્લા મહામંત્રી નવદીપ ડોડિયા, વિરમગામ નગરપાલિકાના પ્રમુખ રિના પંડ્યા, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાઉન્સિલરો, હોદ્દેદારો, વિરમગામ પ્રાન્તના સુરભિ ગૌતમ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે અન્ય આગેવાનોમાં કિરીટસિંહ ગોહિલ, દિલીપ ડોડિયા, નીલેશ ચૌહાણ, વિરોધ પક્ષના નેતા રણજિતસિંહ ડોડિયા તથા ભાજપના આગેવાનો, કાર્યકરો તેમ જ વિરમગામ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

વિરમગામમાં ટાઉનહોલનું ઈ-લોકાર્પણ, ટાઉનહોલ એ ગામની ઓળખ છેઃ CM રૂપાણી

ગાંધીનગરથી મુખ્યપ્રધાન દ્વારા વિરમગામની જનતાને સંબોધન કરતાં જણાવ્યું કે, સરકારની સ્વર્ણિમ્ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 288.70 લાખનો આધુનિક ટાઉન હોલનું લોકાર્પણ કરાયું હતું. મુખ્યપ્રધાને કહ્યું, ટાઉનહોલ એ ગામની ઓળખ છે. ટાઉનહોલમાં નગરના સારા નરસા પ્રસંગો થાય. સામાજિક, રાજકીય ધાર્મિક કાર્યક્રમો યોજાય તે હેતુથી વિરમગામને રાજ્ય સરકારે ટાઉનહોલનું અત્યાધુનિક બિલ્ડિંગ આપ્યું છે. આપણે અગાઉ પણ વિરમગામના નગરપાલિકાના બિલ્ડિંગ, બસ સ્ટેશનના લોકાર્પણો કર્યા છે.

વિરમગામમાં ટાઉનહોલનું ઈ-લોકાર્પણ, ટાઉનહોલ એ ગામની ઓળખ છેઃ CM રૂપાણી

રાજ્ય સરકાર જેનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે. આમ, અંતમાં મુખ્યપ્રધાને વિરમગામનો પુષ્કળ વિકાસ થાય તેવી આશા અભિનંદન સાથે પોતાની વાતને પૂરી કરી હતી. આમ, આજ રોજ સરકારની સ્વર્ણિમ્ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સ્વામી વિવેકાનંદ હોલનું 288.70 લાખનું આધુનિક ટાઉન હોલનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

ABOUT THE AUTHOR

...view details