અમદાવાદમાં બે દિવસમાં સાત સુપર સ્પ્રેડરોના કોરોના કેસ પોઝિટિવ નોંધાયા - અમદાવાદમાં કોરોના કેસ
અમદાવાદમાં તંત્ર દ્વારા સુપર સ્પ્રેડર્સને ટાર્ગેટ કરીને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સુપર સ્પ્રેડર્સ એટલે કે, શાકભાજી, કિરાણા સ્ટોર, ડેરી, પેટ્રોલપંપ, ફ્રૂટ વેચનારા કે અન્ય કોઈ જે દરરોજ હજારો લોકોના સંપર્કમાં આવતા હોય તેવા લોકોના સ્ક્રીનિંગ બાદ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં સાત લોકોમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
super spreaders
અમદાવાદઃ તંત્ર દ્વારા સુપર સ્પ્રેડર્સને ટાર્ગેટ કરીને ટેસ્ટ કરવાથી 7 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ સાત લોકોમાં શાકભાજીવાળા, મેડિકલ સ્ટોર, પટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારી છે. આ વાતની જાણ થતાં તાત્કલિક ધોરણે તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી છે.
Last Updated : Apr 22, 2020, 4:00 PM IST