તંત્રની કામગીરીમાં ગાબડાં, ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની કેબિનમાં આગ - univercity
અમદાવાદ: ગરમીના પારાની જેમ આગના લાગવાના કિસ્સા પણ વધી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલરની કેબિનમાં અચાનક આગ લાગી હતી.
સુરતની ઘટના બાદ તમામ કોલેજો, કલાસીસો અને હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઇને તપાસ ચાલી રહી છે અને જ્યાં આવી સુવિધા ન હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટીના VCના ચેમ્બરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.ત્યારે થોડીવાર માટે તો અફડાતફડી મચી ઉઠી હતી.પરંતુ ફાયરની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાઈ હતી. એટલે જોવા જઈએ તો ગુજરાતની મોટી યુનિવર્સિટીમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. જોકે કોઇ જાનહાની થઇ નહોતી. અને અનિચ્છનીય ઘટના બનતા રહી ગઇ હતી.