અમદાવાદ: હાઈકોર્ટના જસ્ટીસ વી.એમ.પંચોલીએ છબિલ પટેલના રેગ્યુર જામીન મંજૂર કર્યા છે. જ્યંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબિલ પટેલ મુખ્ય આરોપી હોવાથી જેલમાંથી બહાર આવી શકશે નહિ. છબિલ પટેલના કહેવાથી પિયુષ નામનો વ્યકિત જ્યંતિ ભાનુશાળી હત્યા કેસના સાક્ષી પવન મોરના ઘર, ફેકટરી અને દિવસભર તેમની રેકી કરતો હતો. પિયુષ નામનો આરોપીઓ આ અંગેની જાણ છબિલ પટેલનો પણ કરતો હતો. પોલીસને બાતમીના આધારે આ સમગ્ર પ્રકરણ સામે આવતા પોલીસે પિયુષ પટેલ, છબિલ પટેલ સહિત અનેક લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
જયંતિ ભાનુશાળી હત્યા કેસ : સાક્ષીઓની રેકી કરવાના કેસમાં હાઇકોર્ટે છબીલ પટેલના જામીન મંજૂર કર્યા - ગુજરાત હાઇકોર્ટ ન્યુઝ
કચ્છના પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળી હત્યાકાંડના સાક્ષીના ઘર અને ફેકટરી પર રેકી કરાવવાના આક્ષેપ સાથે છબિલ પટેલ વિરૂધ દાખલ થયેલી પોલીસ ફરિયાદના કેસમાં સોમવારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ વી.એમ.પંચોલીએ આરોપી છબિલ પટેલના જામીન મંજૂર કર્યા છે. છબિલ પટેલ વિરૂધ જ્યંતિ ભાનુશાળીની હત્યાનો કેસની અન્ય એક ફરિયાદ હોવાથી હજુ જેલમાં જ રહેવું પડશે.
સાક્ષીઓની રેકી કરવાના કેસમાં હાઇકોર્ટે છબીલ પટેલના જામીન મંજૂર કર્યા
આ સમગ્ર કેસની વિગત એવી છે કે માળીયા પાસે શાર્પ શુટર દ્વારા જ્યંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી ત્યારે પવન મોર તેમની સાથે મુસાફરી કરી રહ્યાં હોવાથી સમગ્ર ઘટનાના સાક્ષી હતી અને તેને ધ્યાનમાં રાખીને છબિલ પટેલ કે જે હત્યાકાંડના મુખ્ય આરોપી છે તેમણે પવન મોરની રેકી કરવાનો આદેશ કર્યો હતો અને આ અંગેની ગાંધીધામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.