પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી નકલી પોલીસ બની લોકોને છેતરતા આરોપીની ધરપકડ કરાઈ છે. આરોપી નકલી પોલીસ બની પેટ્રોલ પંપની મંજૂરી માટે 25 લાખની માંગણી કરતો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી પોલીસનું સ્ટીકર અને ફોટો પણ મળી આવ્યો છે.
અમદવાદમાં 25 લાખની માંગણી કરતો નકલી પોલીસ અધિકારી ઝડપાયો - Gujrat
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી નકલી પોલીસ બની લોકોને છેતરતો આરોપી ઝડપાયો છે. આરોપી નકલી પોલીસ બની પેટ્રોલ પંપની મંજૂરી માટે 25 લાખની માંગણી કરતો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી પોલીસનું સ્ટીકર અને ફોટો પણ મળી આવ્યો છે.
નકલી પોલીસ અધિકારી
આરોપી પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપીને શુભમ નામ જણાવતો હતો. ત્યારબાદ પોલીસના નામે લૂંટ ચલાવતો હતો. આ ખબર ચાંદખેડા વિસ્તારના પોલીસને જાણ થઇ ત્યારે તેમણે નીલકંઠ હોટલ પર નજર રાખી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપી સાથે પૂછપરછ ચાલી રહી છે. તેણે અત્યાર સુધીમાં કેટલા લોકોને છેતર્યા સહિતની વિગતો કઢાવવા માટે પોલીસ કડક વલણ અપનાવ્યું છે.