સમગ્ર ગુજરાત ગરમીના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે બપોરે 12 થી 5 માં શહેરીજનો ઘરની બહાર નીકળવાનું સદંતર ટાળતા હોય છે અને દિવસેને દિવસે તાપમાનમાં સતત અને સતત વધારો થઇ રહ્યો છે.
ગરમીના કારણે ટ્રાફિકમાં થયો ઘટાડો - KALPESH_BHATT
અમદાવાદઃ સમગ્ર ગુજરાત જ્યારે ગરમીના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે અને દિવસેને દિવસે તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે માણસો પણ દિવસ દરમિયાન બહાર નિકળવાનું ટાળતા હોય છે.
ah
ત્યારે બીન જરૂરિયાત ફરવાનું કે ગરમીમાં બહાર નીકળવાનું અને ગરમીથી બચવાનું જ મુખ્ય ધ્યેય હોય છે. પરંતુ અતિશય ગરમીના કારણે રિંગરોડ ઉપર સામાન્ય રીતે ટ્રકોની સતતને સતત અવરજવર રહેતી હોય.
પરંતુ દિન-પ્રતિદિન ગરમીમાં વધારો થવાના કારણે ટ્રકો તેમજ મોટા વાહનો પણ દિવસ દરમિયાન રોડ ઉપર નીકળતા બંધ થઈ ગયા છે. અથવા તો ભાગ્યે જ ક્યાંક એકલદોકલ છૂટાછવાયા વાહનો જોવા મળે છે. ગરમીના લીધે રસ્તાઓ પણ સુમસાન થઇ ગયા છે.