ગુજરાત

gujarat

ETV Bharat / state

મણિનગરમાં સ્વામિનારાયણ ભગવાનને ગરમી ન લાગે તે માટે સુગંધી પુષ્પોનો શણગાર - Ahmedabad latest news

રાજ્યમાં આકરો ઉનાળો લોકોને તપાવી રહ્યો છે, ત્યારે સ્વામિનારાયણ ભગવાનને ગરમી ન લાગે તે માટે સુગંધી પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો. હરિકૃષ્ણ મહારાજે મહારાજાધિરાજને ફૂલોનાં વસ્ત્રો બનાવી અને ચંદનનો લેપ લગાવીને ગરમી ન લાગે તે માટે શૃંગાર કરવામાં આવે છે.

મણિનગરમાં સ્વામિનારાયણ ભગવાનને ગરમી ન લાગે તે માટે સુગંધીમાન પુષ્પોનો શણગાર....
મણિનગરમાં સ્વામિનારાયણ ભગવાનને ગરમી ન લાગે તે માટે સુગંધીમાન પુષ્પોનો શણગાર....

By

Published : May 17, 2020, 3:09 PM IST

અમદાવાદઃ રાજ્યભરમાં આકરો ઉનાળો લોકોને તપાવી રહ્યો છે, ત્યારે સ્વામિનારાયણ ભગવાનને ગરમી ન લાગે તે માટે સુગંધીમાન પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો.

મણિનગરમાં સ્વામિનારાયણ ભગવાનને ગરમી ન લાગે તે માટે સુગંધીમાન પુષ્પોનો શણગાર....

સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં અક્ષય તૃતીયાથી વૈશાખ વદ અમાસ સુધી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહાપ્રભુ, હરિકૃષ્ણ મહારાજને મહારાજાધિરાજને ફૂલોનાં વસ્ત્રો બનાવી અને ચંદનનો લેપ લગાવીને ગરમી ન લાગે તે માટે શૃંગાર કરવામાં આવે છે.

મણિનગરમાં સ્વામિનારાયણ ભગવાનને ગરમી ન લાગે તે માટે સુગંધીમાન પુષ્પોનો શણગાર....

જુઈ, મોગરો, ગુલાબ સહિતનાં ફૂલોની કડીઓથી ભગવાનનાં વાઘા એટલે કે, વસ્ત્રો બનાવવામાં આવે છે. ભગવાનને આ પુષ્પનો શૃંગાર અંગીકાર કરાવવામાં આવે છે. એક મહિનો ચાંદી- સુવર્ણનાં આભૂષણોને બદલે પુષ્પોનો શૃંગાર અંગીકાર કરાવવામાં આવે છે.

સુગંધીમાન પુષ્પોમાં ગરકાવ શ્રી ઘનશ્યામ મહાપ્રભુ સૌ કોઈને અમૃત નજરે હેરી રહ્યા હતા. ચારેબાજુ વિવિધ ફૂલોની સુંદરતા અને એની મહેકથી મંદિર મઘમઘતું હતું. આપણા ત્યાં માન્યતા છે કે ભગવાનને સુગંધી ફૂલો જ અર્પણ કરવામાં આવે.

વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભકિતભાવથી આ પ્રસંગે ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી વિશિષ્ટ ફૂલોના શણગાર ધરાવવામાં આવ્યા હતા.

સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આરતી ઉતારી હતી. સ્વામિનારાયણ ભગવાનના પુષ્પ શૃંગાર દર્શનનો અલભ્ય લાભ ઈન્ટરનેટના માધ્યમથી લાઈવ દર્શન કરીને સૌ ધન્યતા અનુભવતા હતા.

ABOUT THE AUTHOR

...view details