પ્રાપ્ત વિગતો મુજબ, બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમને હત્યાનો કોઈ અફસોસ નથી. તેમની પાસે પૈસા ઓછા હતા તેથી તે લોકો આશરો લઈ ન હતા શકતા. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, હત્યા કર્યા બાદ બંને આરોપીઓ નાસતા ફરતાં હતાં, ત્યારે તેમની પાસે ફક્ત 12 હજાર રૂપિયા હતાંં, ત્યારે અશફાકે પત્ની મહેઝબીનને ફોન કરી રૂપિયાની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. પૈસા અને આશરાની ચિંતાના કારણે બંને પરત આવ્યા હતાં. બંને આરોપીઓ નેપાળ સુધી જઈ આવ્યા હતાં અને ત્યાંથી બસ, ટ્રક, ટ્રેન મારફતે ગુજરાત પરત આવ્યા હતાં.
કમલેશ તિવારી હત્યાકાંડ: અન્ય હિન્દૂ નેતાની હત્યા કરવાનું પણ કાવતરું ઘડવામાં આવ્યું હતું વાંચો: કમલેશ તિવારી હત્યાકાંડઃ બંને આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે
અશફાક અને મોઇનુદિન જ્યારે કમલેશ તિવારીની હત્યા કરવા નીકળ્યા ત્યારે ફાયરિંગમાં ગોળી મીસફાયર થતાં અશફાકના હાથમાં ગોળી વાગી હતી. પોલીસ તપાસમાં મોઇનુદિને જણાવ્યું હતું કે, તેણે બરેલીમાં અશફાકની જાતે સારવાર કરી હતી. મોઇનુદિન મૂળ પીલીભીતનો વતની છે, જ્યારે અશફાક અમદાવાદનો વતની છે.
પોલીસની તપાસમાં બંને આરોપીઓએ કબૂલ્યું છે કે, તેમને દિલ્હીના એક નામચીન વકીલે આશરો આપ્યો હતો. પોલીસ આ કેસમાં બરેલીમાં સ્થાયી થયેલા વકીલ પર પણ કાર્યવાહી કરી શકે છે. બંને જણા મૌલાનાના કહેવા પર હત્યામાં જોડાયા હતાં. મૌલાનાએ જણાવ્યું હતું કે, ધર્મ વિરુદ્ધ બોલનારની હત્યા કરવી વ્યાજ્બી છે.