અમદાવાદ:ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો(gujarat legislative assembly 2022) માહોલ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો સત્તાના આ રણમેદાનમાં જીત હાંસલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખિયો જંગ છે. આમ આદમી પાર્ટી(aam aaadmi party) ગુજરાતમાં તેનો એક નવો જ દાવ ખેલી રહી છે. ત્યારે PM મોદી(prime minister of india) અને અમિત શાહ સહિત 54 નેતાઓ 2-3 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં ડોર ટુ ડોર પ્રચાર(Door to door campaign)અને રોડ શો કરશે.
ભાજપનો ડોર ટુ ડોર પ્રચાર: PM મોદી ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન મતદારોને સ્લિપનું વિતરણ પણ કરશે. PM મોદી તેમની જાહેર સભામાં આજુબાજુના વિસ્તારોમાં ઘરે ઘરે જનસંપર્ક માટે જશે. PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, નીતિન ગડકરી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત કુલ 54 નેતાઓ દ્વારા ગુજરાત ચૂંટણીમાં જુદા-જુદા સ્થળોએ મતદારોને સ્લિપનું વિતરણ કરવામાં આવશે. ગુજરાતમાં ભાજપે 40થી વધુ સ્ટાર પ્રચારકોને મેદાને ઉતાર્યા છે. 19 નવેમ્બરે વડાપ્રધાન વલસાડ જિલ્લાની મુલાકાતે આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરે દમણ એરપોર્ટથી વાપી સુધીનો 6 કિલોમીટરનો લાંબો રોડ શો કરશે. ત્યારબાદ વલસાડ ખાતે ચૂંટણી સભાને સંબોધશે. ત્યારબાદ રાત્રિ રોકાણ વલસાડના સર્કિટ હાઉસમાં કરશે. ઉપરાંત 20 નવેમ્બરે વડાપ્રધાન મોદીની સૌરાષ્ટ્રમાં 4 જનસભાને સંબોધન કરશે.
ભાજપના સ્ટાર પ્રચારકો:
1. નરેન્દ્રભાઈ મોદી
2. જે.પી. નડ્ડા
3. રાજનાથ સિંહ
4. અમિતભાઈ શાહ
5. નીતિન ગડકરી
5. સી. આર. પાટીલ
6. ભૂપેન્દ્રભાઈ પટેલ
7. અર્જુન મુંડા
8. સ્મૃતિ ઈરાની
9. ધર્મેન્દ્ર પ્રધાન
1 0. મનસુખભાઈ માંડવિયા
11. ભૂપેન્દ્ર યાદવ
12. પરષોત્તમભાલ રૂપાલા
13. સુધીરજી ગુપ્તા
14. યોગી આદિત્યનાથ
1 5. શિવરાજસિંહ ચૌહાણ
1 6. હેમંત બિશ્વા શર્મા
17. દેવેન્દ્ર ફડણવીસ