અમદાવાદમાં ધમકી આપી યુવતી પર 2 વર્ષ સુધી દુષ્કર્મ ગુજારતો રહ્યો નરાધમ - ahd
અમદાવાદઃ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દુષ્કર્મ તેમજ હત્યાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે સોમવારે એક યુવતીને તેના પિતાનો અકસ્માત કરાવવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
અમરાવાડીમાં ધમકી આપી યુવતી પર દુષ્કર્મ
જિલ્લાની એક યુવતી ઉપર સાગર વિનોદભાઇ મકવાણાએ સતત બે વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહી, પરંતુ આ નરાધમે આ કૃત્યનો વીડિયો પણ ઉતાર્યો હતો. જેના કારણે તે વારંવાર યુવતીને ધમકી આપી અને ઘટનાને અંજામ આપતો હતો.