અમદાવાદ : ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાઈરસના કેસમાં સતત વઘારો નોંધાય રહ્યો છે. જેને લઈ 21 દિવસ સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.અમદાવાદ શહેરના ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્ર 2 દિવસમાં જ 60 લોકો વિરુદ્ધ જાહેરનામાં ભંગ કરવા બદલ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.જાહેરમાં કામ સિવાય નીકળતા 60 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી અટકાયત કરવામાં આવી હતી અને હજુ પણ પોલોસ દ્વારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં લોકડાઉનમાં 2 દિવસમાં બહાર નીકળતા 60 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો
કોરોના વાઈરસના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર અમદાવાદ પણ સુમસામ બન્યું હતું. પરંતુ કેટલાક લોકો હજુ પણ ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા હતા. જેથી પોલીસ દ્વારા તે મામલે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઝોન-5 ડીસીપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે, તેમના ઝોનમાં આવતા તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ 24 કલાક ખડેપગે છે.જે લોકો બહાર આવે છે તેમને કારણ પૂછવામાં આવે છે. જેમાંથી મોટા ભાગના લોકો સાચું કરણ આપે છે તો કેટલાક ખોટું કરણ આપી બહાર નીકળે છે. તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
કેટલાક લોકો પોલીસ આવતા ભાગી જાય છે અને પોલીસ જતા ટોળું કરીને ઉભા રહી છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.આમ અમદાવાદમાં પોલીસ લોકડાઉનનું પાલન કરવા સક્ષમ છે. તેમણે જણાવ્યું હતું કે, જરૂર પડશે તો કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવશે.