ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડા લઇને AMCની મહત્વ મળી બેઠક, ખાસ રીપોર્ટ રજૂ કરાયો - બિપરજોય વાવાઝોડા લઇન AMCની મહત્વ બેઠક મળી

બિપરજોય વાવાઝોડાના કારણે મોટી હોનારત સર્જાય નહીં તે માટે સાવચેતીના ભાગરૂપે તૈયારી કરવામાં આવી છે. કોર્પોરેશન તમામ વિભાગના અધિકારી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મહત્વની બેઠક કરીને સાવચેતી ભાગરૂપે જરૂરી સૂચના આપવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડા લઇન AMCની મહત્વ બેઠક મળી
બિપરજોય વાવાઝોડા લઇન AMCની મહત્વ બેઠક મળી

By

Published : Jun 13, 2023, 1:47 PM IST

અમદાવાદ:બિપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાકિનારા વિસ્તાર સાવચેતીના ભાગરૂપે આસપાસના વિસ્તાર જે ખાલી કરીને યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદ પવન અને વરસાદના કારણે નુકશાન ના થયા તેને ધ્યાન રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ તૈયારીઓ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે.

રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો: બિપરજોય વાવાઝોડાના લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ હાઉસ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં કોર્પોરેશનના ઈજનેર, એસ્ટેટ, ગાર્ડન, ફાયર અને ઇમરજન્સી સેવા, આરોગ્ય, સોલિડ વેસ્ટ, મેનેજમેન્ટ તથા અન્ય સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં બિપર જોઈ વાવાઝોડાને કારણે ઉદભવતા સંબંધિત તમામ પરિસ્થિતિ સામે કરેલ તૈયારીઓની વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

તમામ વિભાગ તૈયારી: બિપર જોય વાવાઝોડાની તૈયારીના ભાગરૂપે ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા 85 વુડન કટર, 65 કટર,15 ઈમરજન્સી ટેન્ડર અને 10 બોટ તૈયાર રાખવામાં આવેલ છે. આ ઉપરાંત વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં આવેલ સ્ટ્રીટ લાઈટનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. જે પૈકી 1,31,478 state light ના ચેકિંગ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.બાકીના પોલની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત બગીચા વિભાગ દ્વારા ટ્રી ટ્રીમિંગ દરેક ઝોનમાં મળીને કુલ 988 જેટલા વૃક્ષોનું ટ્રિમિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવેલા મોટા જાહેરાતના હોર્ડિંગ અને સ્ટ્રાઈક સ્ટ્રક્ચરની ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે. વધુ ભયજનક દેખાય તો તેને તાત્કાલિક પણે ઉતારવાની એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવી છે.

ટીમ બનાવવાની સૂચના: ટોરેન્ટ પાવર મુખ્ય કંટ્રોલ રૂમ હાજર રહેવા સૂચના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ દીઠ સફાઈ કામદારોને હાજર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વાવાઝોડાની અસર બાદ ઉદ્ભવતી પરિસ્થિતિને માટે અમદાવાદ શહેરની આસપાસના વિસ્તારમાં જરૂરિયાત પણે 200 કર્મચારી સફાઈ કર્મચારીઓને ટીમ બનાવવાની સૂચના આપવામાં આવેલ છે. ગુજરાત ઇલેક્ટ્રીક બોર્ડ અને ટોરેન્ટ પાવર સહિતની આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વિભાગના નોડલ ઓફિસર મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

  1. Cyclone biparjoy photos: ગુજરાતને સતત ભય આપતા બિપરજોયની ભયાનકતાની તસવીરો જૂઓ
  2. Cyclone Biparjoy Live Update: મંગળવારથી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી

ABOUT THE AUTHOR

...view details