ગુજરાત

gujarat

ETV Bharat / state

Important judgment of Gujarat High Court : 12 વર્ષ નાની વિદ્યાર્થિની સાથે દબાણપૂર્વક લગ્ન કરવા એ બળજબરી કહેવાય

ગુજરાત હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. અમરેલી ફેમિલી કોર્ટના હુકમને માન્ય રાખતાં હાઇકોર્ટે પ્રોફેસર પતિની અરજી ફગાવી પત્નીના છૂટાછેડાની અરજી મંજૂર રાખી હતી. પ્રોફેસર પતિએ દબાણપૂર્વક પોતાનાથી 12 વર્ષ નાની વિદ્યાર્થિની સાથે લગ્ન કર્યાં હતાં અને મારપીટ સહિતની હેરાનગતિ કરી હતી.

Important judgment of Gujarat High Court : 12 વર્ષ નાની વિદ્યાર્થિની સાથે દબાણપૂર્વક લગ્ન કરવા એ બળજબરી કહેવાય
Important judgment of Gujarat High Court : 12 વર્ષ નાની વિદ્યાર્થિની સાથે દબાણપૂર્વક લગ્ન કરવા એ બળજબરી કહેવાય

By

Published : Feb 16, 2023, 9:39 PM IST

અમદાવાદ : પતિ અને પત્નીના છૂટાછેડાને લઈને ગુજરાત હાઇકોર્ટે સૌથી મોટો ચુકાદો આપ્યો છે. પ્રોફેસર દ્વારા તેનાથી 12 વર્ષ નાની વયની છાત્રાને દબાણમાં રાખીને પત્ની બનાવી હતી. પ્રોફેસર પત્નીને સતત હેરાન પરેશાન કરીને કરીને મારપીટ કરતો હતો. પત્ની દ્વારા છૂટાછેડા માટે ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી પરંતુ ફેમિલી કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તે ચુકાદાને પડકારતી અરજી પતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જોકે ગુજરાત હાઇકોર્ટે પતિની અરજીને ફગાવી દેતા ફેમિલી કોર્ટના હુકમને માન્ય રાખ્યો હતો.

શું છે મામલો : પ્રોફેસર દ્વારા 12 વર્ષ નાની વિદ્યાર્થીને પોતાની સાથે લગ્ન કરવા માટે બળજબરી કરી હતી. લગ્ન કર્યા બાદ પણ પતિ બનીને પણ સતત તેને હેરાન પરેશાન કરતો હતો અને પત્ની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર પણ કરતો હતો. પતિના વ્યવહારથી કંટાળેલી પત્નીએ અમરેલી ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. ફેમિલી કોર્ટે પત્નીના તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને છૂટાછેડાની અરજીને માન્ય કરી હતી. અમરેલી ફેમિલી કોર્ટના હુકમ સામે પ્રોફેસર પતિએ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

આ પણ વાંચો Gujarat High Court : જૈન મહિલાએ સંસારનો ત્યાગ કરતા હાઈકોર્ટે તેના છૂટાછેડા કર્યા મંજૂર

વિદ્યાર્થિની સાથે દબાણથી કરી લીધાં લગ્ન : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો, અરજદાર પતિ વ્યવસાયે પ્રોફેસર છે. તેઓ જે કોલેજમાં ભણાવતા હતા ત્યાં તેમની પત્ની પણ વિદ્યાર્થિની તરીકે અભ્યાસ કરતી હતી હતી. અભ્યાસ દરમિયાન પ્રોફેસરે વિદ્યાર્થિનીને આગ્રહ કર્યો હતો કે, તેણે તેના વિષયમાં એ ગ્રેડ મેળવો પડશે નહીં તો પ્રોફેસર જેમ કહેશે તેની ઈચ્છા મુજબનું કાર્ય કરવું પડશે. આ બધા વચ્ચે પ્રોફેસર સતત વિદ્યાર્થિનીને ફોન કરીને લગ્ન કરવા માટે દબાણ કરતા હતા. સતત એક જ વાત કરતા હતા કે જો આપણા બંનેના લગ્ન થશે તો અગાઉ લગ્નજીવનથી થયેલા તેમના બંને સંતાનોને એક માતા મળી જશે. જોકે પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે કેટલાક દસ્તાવેજો પર સહી કરાવી હતી અને તેને પાછળથી ખબર પડી હતી કે આ લગ્નની અરજીનું ફોર્મ હોવાનું સામે આવ્યું હતું.

પ્રોફેસરનું જૂઠ પકડાયા બાદ હેરાનગતિ વધી : જોકે લગ્ન બાદ વિદ્યાર્થિનીને એક ચોકાવનારી હકીકતની જાણ થઈ હતી કે પ્રોફેસરની પહેલી પત્નીનું મૃત્યુ થયું ન હતું અને તેમનું લગ્નજીવન પણ ચાલુ હતું. લગ્ન બાદ વિદ્યાર્થિનીના સાસરીયાં સતત તેને હેરાન પરેશાન કરતા હતાં તેમજ પિયરમાંથી ફર્નિચર માટેના પાંચ લાખ રૂપિયા લઇ આવવાની પણ માંગણી કરતા હતાં. પતિ દ્વારા સતત પત્નીને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. આ સાથે જ પ્રોફેસર પતિ અને તેના સાસરીયાઓએ તેને ત્રણ વખત ગર્ભપાત કરાવવાની પણ ફરજ પાડી હતી.

આ પણ વાંચો ઘરમાં ટોયલેટ ન હોવાના કારણે થયા છૂટાછેડા

પતિની દલીલ અમાન્ય રહી :આ સમગ્ર મામલે પ્રોફેસર પતિની હાઇકોર્ટમાં રજૂઆત હતી કે તેણે પોતાની પત્નીના અભ્યાસ માટે ભંડોળ પૂરું પાડ્યું હતું અને આ તેમના પ્રેમ લગ્ન હતાં. કોઈ પણ પ્રકારના બળજબરીપૂર્વકના લગ્ન નથી. આ સાથે જ મારી પત્નીએ જે પણ દાવા કર્યા છે તેના નક્કર પુરાવા પણ તે રજૂ કરી શકી નથી.

હાઇકોર્ટે ક્રૂરતા માની : આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે જણાવ્યું હતું કે, પત્નીના કેસ મુજબ તેને દબાણ કરીને લગ્ન કરાવવામાં આવ્યા હતા અને તેને ફસાવવામાં પણ આવી હતી. એક નાની ઉંમરની વિદ્યાર્થિનીને પોતાની સાથે લગ્ન કરવાની ફરજ પાડવી એ કોઈપણ પ્રકારની ક્રૂરતાથી ઓછું નથી. આ કેસમાં વિદ્યાર્થિની સાથે લગ્ન પછી થયેલા વ્યવહાર સાબિત કરે છે કે, તેની સાથે ખૂબ જ બળજબરીપૂર્વકનો વ્યવહાર કરવામાં આવ્યો છે અને પત્ની છૂટાછેડા માટે હકદાર છે. આ સમગ્ર બાબતોને જોતા ગુજરાત હાઇકોર્ટે પતિની અપીલને ફગાવી દીધી હતી અને અમરેલીના ફેમિલી કોર્ટના હુકમને બહાલ રાખ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details