અમદાવાદ: શહેરમાં કોરોના વાઈરસનાં સંક્રમણને કારણે AMC દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં મોટા ભાગના બ્રિજને બંધ કરવામાં આવ્યા.
AMC દ્વારા મહત્વનો નિર્ણય, અમદાવાદના 5 બ્રિજ બંધ કરાયા
અમદાવાદના 5 બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. ગાંધી બ્રિજ, દધિચી બ્રિજ, નહેરુ બ્રિજ, સરદાર બ્રિજ અને આંબેડકર બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. જો કે, સુભાષ બ્રિજ અને એલિસ બ્રિજ ચાલુ રહેશે.
જેમા દધીચિ બ્રિજ, ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ, સરદાર બ્રિજ અને આંબેડકરનો સમાવેશ થાય છે. કોરોના વાઈરસના વધતા જતા સંક્રમણના પગલે શહેરના બ્રિજ બંધ કરવામાં આવ્યા છે. બ્રિજ બંધ કરવા પાછળનું મુખ્ય કારણ ટ્રાફિકની અવરજવર વધતી હોવાનું ગણવામાં આવી રહ્યું છે. જો કે, બીજી તરફ સુભાષ બ્રિજ, એલિસ બ્રિજ અને શાસ્ત્રી બ્રિજ શરૂ રાખવામાં આવ્યા છે.
ઝોન પ્રમાણે રાજ્ય સરકાર નવી ગાઈડલાઈન બહાર પાડશે, મણીનગર વિસ્તારનો પણ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કરાયો સમાવેશ. 10 વોર્ડ કન્ટેન્ટમેન્ટ વોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. 10 અધિકારીઓની નિમણુંક પણ કરાવામાં આવી છે. અમદાવાદનાં બે વિસ્તાર મણિનગર અને ગોમતીપુરને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.