- અમદાવાદ શહેરમાં 28 વૃક્ષ ધરાશાયી
- રસ્તા પર નાના ભુવા અથવા બ્રેકડાઉન થવાની શરૂવાત થઈ
- ફાયર વિભાગ દ્વારા વૃક્ષો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ
અમદાવાદ : શહેરમાં સામાન્ય વરસાદમાં પણ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે, ત્યારે 1998 બાદ ગુજરાત પર ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને કારણે અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ મહાનગરપાલિકાના આંકડા મુજબ 2 દિવસમાં 28 વૃક્ષો ધરાશાયી થઈ ચૂક્યા છે, જ્યારે મળતી માહિતી મુજબ આ સંખ્યા 39 જેટલી હોઈ શકે છે. હાલ ફાયર વિભાગ વૃક્ષ હટાવવાની કામ કામગીરી કરી રહ્યું છે.
આ પણ વાંચો -તૌકતે વાવાઝોડાને લઇને અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ શરુ