અમદાવાદ : શહેર ટ્રાફિક પોલીસે રોડ રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરનારા લોકો (Ahmedabad Traffic Police) સામે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મેઘાણીનગરમાં ચમનપુરાથી સંતોષી માં ના મંદિર સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે. રોડ ઉપર ગેરકાયદેસર રીતે મુકેલા સામાન અને વાહનો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. (Illegal pressure in Ahmedabad)
ગેરકાયદેસર દબાણને લઈને ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી - Ahmedabad police illegally forced away
અમદાવાદ ટ્રાફિક પોલીસે ગેરકાયદેસર દબાણ (Ahmedabad Traffic Police) લઈને કાર્યવાહી હાથ ધરી છે. જેમાં શહેરમાં ગેરકાયદેસર દબાણ કરવા મામલે ચાર જેટલા ગુના દાખલ કર્યા છે. (Illegal pressure in Ahmedabad)
ચાર જેટલા ગુના દાખલ કર્યાશહેરના એફ ડિવિઝન ટ્રાફિક પોલીસે આ સમગ્ર મામલે રોડ ઉપર ગેરકાયદેસર દબાણ કરવા મામલે ચાર જેટલા ગુના દાખલ કર્યા છે. ખાસ કરીને રોડ ઉપર દબાણ કરવાના કારણે એમ્બ્યુલન્સ સહિતના વાહનોને આવા જવામાં છેલ્લા ઘણા સમયથી અગવડ પડી રહી હતી તેવામાં શહેર પોલીસે સમગ્ર રસ્તો ખુલ્લો કરાવીને કાર્યવાહીહાથ ધરી છે. (Ahmedabad police illegally forced away)
આ અંગે ટ્રાફિક પોલીસના અધિકારીએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લાંબા સમયથી રસ્તા પર ગેરકાયદેસર રીતે માલ સામાન અને વાહનો મૂકીને રસ્તો બ્લોક કરવામાં આવતો હતો. જેના કારણે સિવિલ હોસ્પિટલમાં આવતી એમ્બ્યુલન્સ અને સામાન્ય વાહન ચાલકોને અગવડતા પડતી હતી, જેથી પોલીસે રસ્તા પરના દબાણો હટાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે. (Illegal pressure in Meghaninagar)