દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં આવેલ બે ખાનગી કંપની અંબિકા ગ્લાસ અને સિંહલ બ્રઘર્સને કોર્પોરેશન દ્વારા નોટીસ આપવામાં આવી હતી. આ બન્ને કંપનીઓ દ્વારા વધારાનુ બાંઘકામ કરીને દબાણ કર્યુ હતુ. જેમાં કોર્પોરેશને આપેલ નોટીસ બાદ પણ દબાણ દુર કરવામાં આવ્યુ ન હતુ. આ નોટીસનો સમયગાળો પુર્ણ થતા કંપની માલિકોએ પોતાની રીતે દબાણ દુર ના કરતા મંગળવારે કોર્પોરેશનની દબાણખાતાની ટીમે બ્રેકરના સાધનસામગ્રી સાથે 20 મજુરો સાથે દબાણ તોડવામાં આવ્યુ હતું.
અમદાવાદમાં ગેરકાયદેસરનુ દબાણ દુર કરાયુ , દક્ષિણ ઝોનમાં પરવાનગી વગરની પ્રોપર્ટી તોડાઇ - ahmedabad
અમદાવાદ :શહેરના તમામ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યુ છે. અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા નોટીસ બજાવવામાં આવે છે. પરંતુ સ્થાનિકો દ્વારા નોટીસને ઘ્યાનમાં લેતા નથી. શહેરની દક્ષિણ ઝોન દ્વારા આપવામાં આવેલ નોટીસનુ બે ખાનગી કંપની દ્વારા પાલન ના કરતા દક્ષિણ ઝોન દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અમદાવાદમાં ગેરકાયદેસરનુ દબાણ દુર કરાયુ
મોની હોટલની પાસે અંબિકા ગ્લાસ અને સિંહલ બ્રધર્સ પૈકી 2080 ચો.ફુટ ક્ષેત્રફળ, અને 1200 ચો.ફુટ ક્ષેત્રફળ સુધીનુ દબાણ દુર કરવામાં આવ્યુ હતુ. જ્યારે આગામી દિવસોમાં બિનપરવાનગી ધરાવતા બાંઘકામોને દુર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.