ગુજરાત

gujarat

ETV Bharat / state

NIRF રેન્કિંગમાં IIT મદ્રાસ પ્રથમ સ્થાને, ગુજરાતની માત્ર 18 સંસ્થાઓને સ્થાન - Gujarat

અમદાવાદઃ મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ દ્વારા દેશભરની કોલેજોનું રેન્કિંગ જાહેર કરવામાં આવે છે, જે નેશનલ ઇન્સ્ટિટયૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) રેન્કિંગ તરીકે ઓળખાય છે.

ડિઝાઇન ફોટો

By

Published : Apr 9, 2019, 8:30 PM IST

રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ-2019ની રેન્કિંગ જાહેર કરવામાં આવી હતી. જેમાં IIT મદ્રાસે મેદાન મારી પ્રથમ સ્થાન મેળવ્યું છે. જ્યારે ગુજરાતભરની સંસ્થાઓમાંથી માત્ર 18 સંસ્થાઓ સ્થાન મેળવવામાં સફળ થઇ છે. ગુજરાતની એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, લૉ, આર્કિટેકટ, મેડિકલ, ફાર્મસીની ઢગલાબંધ કોલેજોમાંથી માત્ર 18 કોલેજો આ રેન્કિંગમાં સ્થાન મેળવી શકી છે. જ્યારે એક પણ સરકારી કોલેજ કે યુનિવર્સિટીને આમાં સ્થાન મળ્યું નથી. ગુજરાત યુનિવર્સિટી અને રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીને પણ આમાં સ્થાન મળ્યું નથી.

યુનિવર્સિટી કેટેગરીમાં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ 67માં રેન્ક સાથે ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. લૉ કેટેગરીમાં પ્રથમ વખત ગુજરાત લૉ યુનિવર્સિટીએ 9મો ક્રમાંક મેળવ્યો છે. મેડિકલમાં ગુજરાતની કોઈપણ કોલેજ સ્થાન મેળવી શકી નથી. સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત અને PDPUને રેન્ક વગર 151થી 200ની વચ્ચે સ્થાન મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details