અમદાવાદઃ IIMના 57માં પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને (IIM Ahmedabad convocation 2022)સંબધોન કરતા તેમને આ વાત કરી હતી. કોરોના બાદ યોજાયેલા IIM અમદાવાદના 57માં પદવીદાન સમારોહમાં IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ કુમાર મંગલમ બિરલાએ લીડરશીપને મંત્ર આપતા કહ્યુ હતુ કે લીડરશીપ ઇમોશનલ, ઇન્ટેલેક્ચુઅલ અને ફિઝિકલ એનર્જીને બેલેન્સ કરવાથી (IIM Ahmedabad)આવે છે. જો સસ્ટેનેબલ ગ્રોથ જોઇતો હશે તો પ્રોબ્લેમ પર વર્કિંગ કરવુ પડશે. આ સાથે જ સ્ટુડન્ટ્સને સલાહ(iim ahmedabad courses)આપી હતી કે હંમેશા એવા એવા વ્યક્તિ સાથે કામ કરો જોડાયેલા રહો જે તમારા માંથી મેડનેસ નહિ મેજીક લાવી શકે છે.
આ પણ વાંચોઃકોરોનાકાળમાં અમદાવાદ IIMના 450થી વધુ વિદ્યાર્થીઓને નોકરી મળી
સપનાને પુરા કરવા માટે કાર્યરત રહો -નાયકાના સ્થાપક અને CEO ફાલ્ગુની નાયરે જણાવ્યું કે કોઇપણ વસ્તુ શરૂ કરવાનો કોઇ ચોક્કસ સમય નથી હોતો બિલકુલ તેવી જ રીતે સપના જોવાની પણ કોઇ ઉંમર નથી હોતી. સપના જોતા ગભરાશો નહિ, સપના જુઓ અને તેને પુરા કરવા માટે મથ્યા રહો, કોઇ શું કહેશે તેના વિચારો માત્ર પોતાના સપનાને પુરા કરવા માટે કાર્યરત રહો, સપના માત્ર જોવાથી તે પુરા નહિ થાય તેના માટે કમિટેડ રહો, સપનાથી સફળતા સુધીની આ જર્નિ આસાન નથી તેમાં થયેલી ભુલોથી શીખો,નિષ્ફળતાથી ના અટકો પોતાના પર વિશ્વાસ રાખે અને સતત ચાલતા રહેવું જોઈએ છે.