ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના પછી દુનિયા બદલાઈ ગઈ છે, સાવધાની સાથે જીવતાં શીખવું પડશેઃ RJ હર્ષિલ - સાવધાન રહો

કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે લૉકડાઉન-5 ચાલી રહ્યું છે. જોકે કેન્દ્ર સરકારે કેન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં જ લૉક ડાઉનનો અમલ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે અને હાલ ગુજરાતમાં અનલૉક-1 ચાલી રહ્યું છે, જેમાં મોટાભાગના વિસ્તારોમાં જનજીવન રાબેતામુજબ થઈ ગયું છે. કોરોના હજી ગયો નથી, તેની વચ્ચે આપણે જીવવાનું છે. આમ કોરોના જેવા કપરા કાળમાં રેડિયો સિટી 91.1 એફએમના આરજે હર્ષિલ આપણને સંદેશ આપી રહ્યા છે.

a
કોરોના પછી દુનિયા બદલાઈ ગઈ છે, સાવધાની સાથે જીવતાં શીખવું પડશેઃ RJ હર્ષિલ

By

Published : Jun 1, 2020, 7:26 PM IST

Updated : Jun 1, 2020, 8:17 PM IST

અમદાવાદઃ આરજે હર્ષિલ જણાવી રહ્યાં છે કે કોરોનાની મહામારી અને લૉકડાઉનને કારણે બધાના જોબના ટાઈમ બદલાઈ ગયા છે. આ થોડો ટફ ટાઈમ છે, આપણા માટે અને સરકાર માટે પણ આ ટફ ટાઈમ છે. આ સમયમાં હેલ્થ વકર્સ, ડોકટર, નર્સ, પોલીસ, સફાઈ કર્મચારી અને મીડિયાએ પણ કામ કર્યું છે, અને દેશ સેવા કરી છે. રેડિયોએ લૉકડાઉનમાં શ્રોતાઓને મનોરંજ પુરુ પાડવા માટે કોન્સર્ટ ફ્રોમ હોમ કરી, અનેક જાણીતા ગાયક કલાકારોએ ગીતો ગાયા અને મંનોરંજન પુરુ પાડ્યું છે. મદદની જરૂર હોય તેવા લોકોને રેડિયો સિટીએ મદદ કરી છે, તેની સાથે મીડિયા પીપલે પણ ફિલ્ડમાં જઈને રીપોર્ટિંગ કરીને લોકોને સાચી માહિતી પુરી પાડી છે, આ મીડિયા પીપલને સલામ કરવી પડે. પોલીસે પણ રસ્તા પર ઉભા રહીને 24 કલાક ડ્યૂટી કરી ત્યારે આપણે કોરોનાથી સલામત રહી શક્યા છીએ. હજી સમય ચેલેન્જિંગવાળો છે.

કોરોના પછી દુનિયા બદલાઈ ગઈ છે, સાવધાની સાથે જીવતાં શીખવું પડશેઃ RJ હર્ષિલ
હર્ષિલ વધુમાં કહે છે કે કોરોના આવ્યો પછી દુનિયા બદલાઈ ચુકી છે. લાઈફને નવું રૂપ મળ્યું છે, બદલાતા સમયની સાથે આપણે બદલાવાનું છે અને આપણે રૂલ્સને ફોલો કરવાના છે. બધા જ લોકો પરિવારનું ધ્યાન રાખે અને સાવધાની રાખીને એક માનવ ચેઈન બનાવીશું તો કોરોના વાયરસની ચેઈનને તોડી શકીશું. બી સેફ, બી હેપ્પી, સ્ટે વીથ ફેમીલી અને ઑલ ધી બેસ્ટ.
Last Updated : Jun 1, 2020, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details