મણીનગરમાં રહેતા કશીશભાઈ કોષ્ટીએ ફરિયાદ નોધાવી હતી કે, જ્યારે તેઓ કાંકરિયા રેલ્વે યાર્ડ પાસે કોઈની સાથે ફોન પર વાત કરતા હતા તે સમયે બે શખ્સો તેમની પાસે આવ્યા અને તેમને કહેવા લાગ્યા કે તું અહીં કેમ ઉભો છે ખરાબ ધંધો કરવા આવ્યો છે. તારી ગાડી આગળ લઇ લે અમે ક્રાઈમ બ્રાન્ચમાંથી આવ્યા છીએ.ત્યારબાદ બંને શખ્સો કશીશભાઈની ગાડીમાં બેસી ગયા અને તેમને લાફા મારવા લાગ્યા હતા.ગાડીમાં બંને લોકોએ કશીશભાઈને જુદી-જુદી જગ્યાએ ફેરવ્યા હતા. બાદમાં બંનેએ વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને તેમનું ATM કાર્ડ માંગ્યું હતું.
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી વેપારીની કરી લૂંટ - કાગડાપીઠ પોલીસ સ્ટેશન
અમદાવાદ: શહેરમાં નકલી પોલીસનો આતંક વધ્યો છે અને નકલી પોલીસ તથા સરકરી કર્મચારી બની લોકો સાથે છેતરપીંડી કરનાર લોકો પણ ઝડપાયા છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વેપારીને ગાડીમાં બેસાડીને ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. જે અંગે વેપારીએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી.
બંને શખ્સો કશીશભાઈને નજીકના ATMમાં લઇ ગયા હતા અને ત્યાં તેમનો પીન નંબર લઈને ATMમાંથી 40,000 રૂપિયા ઉપાડી દીધા હતા.બંને શખ્સોએ કશીશભાઈને ગાડીમાંથી ઉતરીને ધમકી આપી હતી કે, કોઈને આ અંગે જાણ કરીશ તો જાનથી મારી નાખીશું. કશીશભાઈ ઘટના બનતા જ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પહોચી ગયા હતા અને બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલો પોલીસ માટે પણ પડકાર સમાન છે કારણ કે અગાઉ પણ ભૂતકાળમાં આવા અનેક બનાવો બની ગયા છે. જેમાં પોલીસના નામનો ઉપયોગ કરીને નાગરિકો સાથે છેતરપીંડી થઇ હતી.