ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં ચારિત્ર પર શંકા જતા પતિએ પત્નીની કરી હત્યા - AHD

અમદાવાદઃ પત્નીના ચરિત્ર અંગે શંકા રાખીને પતિએ જ પત્નીને બોથડ પદાર્થના ઘા ઝીંકી પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે.

અમદાવાદ

By

Published : Jun 24, 2019, 4:42 AM IST

શહેરના નારોલ વિસ્તારના નરજ પાર્ક અલીફ નગરમાં પતિ મોહમ્મદ શેખ અને તેની પત્ની શબાનાબાનું રહેતા હતા. મોહમ્મદને પોતાની પત્નીના ચારિત્ર અંગે શંકા હતી. જેને પગલે પત્નીને બોથડ પદાર્થ મારી હત્યા કરી દીધી હતી.

અમદાવાદમાં ચારિત્ર પર શંકા જતા પતિએ પત્નીની કરી હત્યા

માહિતી અનુસાર મોહમ્મદ શેખને આ ત્રીજી પત્ની હતી. શબાનાબાનું કપડાં સીવીને ગુજરાન ચલાવતા હતા. અગાઉ મોહમ્મદ શેખે અનેક વખત શબાનાબાનું સાથે મારામારી કરી હતી. પોલીસે આ અંગે સગા સબંધીઓના નિવેદનો પણ નોંધ્યા છે.

ABOUT THE AUTHOR

...view details