આવાસ યોજનામાં મકાન આપવાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર ઝડપાયો - Gujarati News
અમદાવાદઃ શહેરમાં આવાસ યોજનામાં ઔડાના મકાન આપવાની લાલચ આપી લોકો પાસેથી પૈસા પડાવવાનો કિસ્સો સામે આવ્યો હતો. 10 અલગ અલગ લોકો પાસેથી પૈસા પડાવીને મકાન આપ્યું ન હતુ જેની દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
આવાસ યોજનામાં મકાન આપવાની લાલચ આપી લાખોની છેતરપિંડી આચરનાર ઝડપાયો.
શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા મહેશભાઈએ ફરિયાદ નોંધાવી હતી કે ઝાકીર નામના ઇસમે 2015માં રિવર ફ્રન્ટ બન્યું ,ત્યારે ત્યાંના મકાનોની અવેજીમાં સરકાર દ્વારા ઔડાના મકાનો આપવાના છે, તેવું કહીને લોકો પાસેથી પૈસા લીધા હતા અને રિવર ફ્રન્ટમાં તેમનું મકાન હતું તેવું સાબિત કરીને તેમને ઔડાના મકાન આપશે. ઝાકીરે અલગ અલગ લોકો પાસેથી કુલ 9.43 લાખ રૂપિયા લઈ લીધા હતા.