અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા ચીફ જસ્ટિસના તેમજ સિનિયર એડવોકેટના સન્માન (Honour Ceremony at HC) સમારોહ કાર્યક્રમમાં યોજાયો હતો. જેમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે સિનિયર અને જુનિયર એડવોકેટને લઈ કેટલીક મહત્વપૂર્ણ અને માર્મિક ટકોર કરી છે. ગુજરાત હાઇકોર્ટના જજોની હાજરીમાં સિનિયર વકીલોને યુવા વકીલોને તૈયાર કરવા જોઈએ તેમ કહ્યું હતું.
હાઈકોર્ટના ચીફ જસ્ટિસે વકીલોને કરી ટકોર, નવા યુવા વકીલોને તૈયાર કરવા બાબતે "શ્રેષ્ઠ પ્રદર્શન હશે તો પૈસા સામે ચાલીને આવશે" -ચીફ જસ્ટીસે અરવિંદ (Chief Justice of HC) કુમારે જણાવ્યું કે, જો તમે સારા જ્જ ઇચ્છતા હોવ, તો સામા પક્ષે પણ એટલે કે વકીલો પણ સારી રીતે તૈયાર થવા જોઈએ. સિનિયર એડવોકેટ બાર માટે ભીષ્મ પિતામહ ગણાય છે. જેથી તેઓ નવા વકીલોને યોગ્ય રીતે તૈયાર કરી શકે છે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે વકીલાતના વ્યવસાયને ઉત્તમ વ્યવસાય ગણાવી વકીલોને 'સોશિયલ ડોક્ટર' ગણાવ્યા હતા. સાથે સાથે ફિલ્મ થ્રી ઈડિયટનો ઉલ્લેખ કરતા મહત્વની અને માર્મિક ટકોર પણ કરી કે, વકીલોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કરવો જોઈએ. શ્રેષ્ઠ પ્રદર્શન હશે તો પૈસા સામે ચાલીને આવશે'.
આ પણ વાંચો :એક ગર્ભવતીને હોસ્પિટલની બહાર કાઢી મૂકી, પીડામાં બહાર જ ડિલિવરી થઈ ગઈ : અરજદાર
વકીલોને કરી હાકલ -એડવોકેટ એકેડમીની રચના કરવામાં આવે તેવો આગ્રહ પણ કર્યો. જેમાં કોન્ફરન્સ સેમિનાર અને વર્કશોપ થકી યુવા વકીલોને તૈયાર કરવા કહ્યું. એટલું નહીં પરંતુ જુનિયર એડવોકેટ માટે એ પણ ટકોર કરી કે કોર્ટની લોબીમાં સમય પસાર કરવા કરતા એવો લાયબ્રેરીમાં (Clash with the Chief Justice Lawyers) પોતાનો સમય પસાર કરે'. સાથે સાથે સિનિયર એડવોકેટે ગુરુ અને શિષ્યની ખૂબ સરસ ઉદાહરણની ઉપમા આપી હતી. દર મહિને લીગલ એઇડ માટે, એટલે કે જે અરજદાર આર્થિક પરિસ્થિતિના કારણે વકીલ રોકી નથી શકતા તેમના માટે વિના મૂલ્યે કેસ લડવા માટે પણ કહ્યું હતું.
26 જેટલાએ વકીલોએ પચાસ વર્ષથી વધારે સેવા આપી - હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના 26 જેટલા સિનિયર વકીલો કે જેઓ પોતાની કારકિર્દીમાં પચાસ વર્ષથી વધારે વકીલ તરીકે પોતાની સેવા આપી ચૂક્યા છે. અથવા તો કાર્યરત છે, તેવા વકીલોને મુખ્ય ન્યાયાધીશના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ઘણા સિનિયર વકીલોને એવી સલાહ પણ ચીફ જસ્ટિસે (HC Lawyers Honors Ceremony) આપી હતી. સમાજમાં ઘણા લોકો એવા છે જેમને કાનૂની મદદ જોઈતી હોય છે. પરંતુ વકીલોની મોંઘી ફી ના લીધે તેવા વર્ગના પીડિત લોકો ન્યાયથી વંચિત રહી જતા હોય છે. તો અઠવાડિયામાં એક કેસ એવો લડવા જોઈએ જેમાં સિનિયર વકીલોએ પોતાની ફી ના ધારાધોરણો અને માપદંડની અંદર બાંધછોડ કરવી જોઈએ. અથવા જો શક્ય હોય તો મફત કાનૂની સહાય આવા સિનિયર વકીલોએ પુરી પાડવી જોઈએ.
આ પણ વાંચો :Notice to Raksha Shakti University: રક્ષાશક્તિ યુનિવર્સિટીને પ્રવેશ કાર્યવાહી બાબતે હાઇકોર્ટના આદેશનું પાલન ન કરતા નોટિસ
વકીલોનું સન્માન - આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટના 26 જેટલા સિનિયર વકીલો કે જેઓ પોતાની કારકિર્દીમાં પચાસ વર્ષથી વધારે વકીલ તરીકે પોતાની સેવા આપી ચૂક્યા છે. તેવા વકીલોને મુખ્ય ન્યાયાધીશના (Chief Justice Honour Ceremony) હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.