ગુજરાત

gujarat

ETV Bharat / state

ગૃહપ્રધાને લીધી સેન્ટ્રલ જેલની મુલાકાત,જેલ અંગે કરી સમીક્ષા

અમદાવાદઃ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ સેન્ટ્રલ જેલની મુલાકાત લીધી હતી. ખાસ કરીને જેલની રિવ્યૂ મુલાકાત લીધી અને સાથો સાથ જેલની વર્તમાન પરિસ્થિતિ અને વ્યવસ્થાને લઈને જેલના ડીજી મોહન ઝા અને અમદાવાદ સેન્ટ્રલ જેલના એસપી મહેશ નાયક સાથે સમીક્ષા કરી હતી.

By

Published : Jun 22, 2019, 4:34 AM IST

ગૃહપ્રધાને લીધી સેન્ટ્રલ જેલની મુલાકાત,જેલ અંગે કરી સમીક્ષા....

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સેન્ટ્રલ જેલને ઐતિહાસિક સ્થળ પણ મનાઈ રહ્યું છે. ત્યારે મહાત્મા ગાંધીથી લઈને અનેક મહાનુભાવો અમદાવાદ સેન્ટ્રલ જેલમાં અંગ્રેજ શાસન કાળ દરિમયાન રહી ચૂક્યા છે. ત્યારે રાષ્ટ્રીય કવિ ઝવેરીચંદ મેઘાણી અને પંડિત રવિશંકર પણ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે રહી ચૂક્યા છે. જેને લઈને સેન્ટ્રલ જેલમાં 2 ઓરડા બનાવવામાં આવ્યા છે. તે ઓરડીમાં ઝવેરચંદ મેઘાણી અને પંડિત રવિશંકર રહ્યા હતા. એ ઓરડીમાં જેતે સમયના સ્મરણો મૂકવામાં આવ્યા છે. જે ઓરડાનું શુક્રવારે રાજય ગૃહપ્રધાન પ્રદીપ સિંહ જાડેજાના હાથે ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતુ.

ગૃહપ્રધાને લીધી સેન્ટ્રલ જેલની મુલાકાત,જેલ અંગે કરી સમીક્ષા

ABOUT THE AUTHOR

...view details