ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad News : મેગા સિટીની શાન વધારવા શાહ 361 કરોડના વિકાસી કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

દેશના ગૃહપ્રધાન અમિત શાહ એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. 21 મે 2023ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 60.98 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરશે. આ ઉપરાંત 300.12 કરોડના ખર્ચે 2500 જેટલા મકાન તૈયાર કરવામાં આવ્યા છે

Ahmedabad News : મેગા સિટીની શાન વધારવા શાહ 361 કરોડના વિકાસી કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
Ahmedabad News : મેગા સિટીની શાન વધારવા શાહ 361 કરોડના વિકાસી કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

By

Published : May 19, 2023, 8:08 PM IST

ગૃહપ્રધાન અમિત શાહ AMCના 361 કરોડના વિકાસલક્ષી કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે

અમદાવાદ : દેશના ગૃહપ્રધાન તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે. GSRTCની 320 નવીન બસોનું લોકાર્પણ અને મોદી સમાજનો જે રાષ્ટ્રીય મહાસમેલન શાહીબાગ ખાતે યોજવામાં તેમાં હાજરી આપશે. અમદાવાદ કોર્પોરેશન વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

દેશના ગૃહપ્રધાન અને સહકારીતા પ્રધાન અમિત શાહ તેમના મતવિસ્તારમાં આવી રહ્યા જેના પગલે કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ અલગ અલગ વિકાસલક્ષી કામો લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. જેમાં નારણપુરામાં મ્યુનિસિપલ જીમનેશિયમ તેમજ લાયબ્રેરી, 5 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવેલ છારોડી તળાવનું લોકાર્પણ ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવશે. - હિતેશ બારોટ (સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)

25.19 કરોડના લોકાર્પણ કરશે :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા પશ્ચિમ ઝોન નારણપુરા વોર્ડમાં 1.35 કરોડના ખર્ચે નવું અધ્યતન જીમનેશિયમ, 1.58 કરોડના ખર્ચે નારણપુરા વોર્ડમાં તૈયાર કરવામાં આવેલ લાયબ્રેરી, ચાંદલોડિયામાં 17 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ સુએઝ પંપીગ સ્ટેશન અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં ચાંદલોડિયા વોર્ડમાં છારોડી તળાવનું લોકાર્પણ કરવામાં આવશે.

35.79 કરોડના ખાતમુહૂર્ત :ઉત્તર પશ્ચિમ ઝોન ગોતા 18.41 કરોડના ખર્ચ સ્ટેશન તેમજ સ્ટાફ કવાટર્સ, નવા વાડજ ખાતે 8.38 કરોડના ખર્ચે નાઈટ શેલ્ટર, ચાંદલોડિયામાં 4 કરોડના ખર્ચે નવી લાયબ્રેરી, થલતેજ ગામ આવેલ થલતેજ તળાવને 5 કરોડના ખર્ચે રિડેવલપ જેવા વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદા જુદા વોર્ડમાં હાઉસિંગ પ્રોજેક્ટ દ્વારા ઓછી આવક ધરાવતા વર્ગના લોકો માટે 2501 જેટલા LIG પ્રકારના મકાન તૈયાર કરવામાં આવ્યા છે. તેવા 2501 જેટલા આવાસના ડ્રો પણ કરવામાં આવશે.

Ahmedabad News : AMC હોસ્પિટલમાં હવે દર્દીને અમૂલનું દૂધ આપશે, આંખના નંબર ઉતારવાનું થયું મોંઘું

Ahmedabad News : કરોડોના ખર્ચે છારોડી તળાવનું સુંદર નજરાણું તૈયાર, અમિત શાહ દ્વારા લોકાર્પણ તો થશે પણ...

PM Modi Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે, 1445 કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે

ABOUT THE AUTHOR

...view details