ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad news: ગૃહપ્રધાન અમિત શાહે 321 નવી બસને આપી લીલી ઝંડી - ગૃહપ્રધાન અમિત શાહે 321 નવી બસને આપી લીલી ઝંડી

દેશના ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે ગુજરાત એસટી વિભાગની 321 નવી બસોને લીલી ઝંડી આપી હતી. જે ગુજરાતના અલગ અલગ શહેરમાં વિવિધ રૂટ ઉપર મૂકવામાં આવશે. જેમાં લક્ઝરી 58 બસ, મીની 164 બસ અને સ્લીપર 99 બસનો પણ સમાવેશ થયો છે. જેનો લાભ રાજ્યની 49,500 લોકોને થશે.

home-minister-amit-shah-gave-green-signal-to-321-new-buses
home-minister-amit-shah-gave-green-signal-to-321-new-buses

By

Published : May 21, 2023, 4:15 PM IST

રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી રહ્યા હાજર

અમદાવાદ:ગુજરાત સરકાર વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની જનતાને ઓછા ભાવે પરિવારની સેવા આપવામાં આવે છે. ગુજરાત સરકારની એસટી બસનો લાભ સેવાડાના ગામડાના લોકોને પણ મળી રહે તે માટે વધુમાં વધુ બસોનું સંચાલન કરવામાં આવતું હોય છે. વધુ 321 જેટલી નવી બસોને લીલી ઝંડી આપવામાં આવતી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના ધારાસભ્ય અમદાવાદ શહેરના મેયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ગૃહપ્રધાન અમિત શાહે 321 નવી બસને આપી લીલી ઝંડી

રોજનું 1 લાખ કિલોમીટર અંતર કાપશે:ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેવાડા નાગરિકોને બસની સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે ગુજરાત સરકારે છેલ્લા 150 દિવસોમાં 900 જેટલી નવી બસો રાજ્યના માર્ગો પર શરૂ કરી છે. આટલી મોટી સંખ્યામાં એક સાથે બસોની શરૂઆત દેશના કોઈપણ રાજ્યએ કરી નથી. એક વર્ષમાં વધુ 2000 જેટલી નવી બસો ગુજરાત રાજ્યની જનતાની પરિવહન સેવા માટે મૂકવામાં આવશે દેશના ગૃહ પ્રધાન અમિત શાહએ આજે 321 જેટલી બસોને સેવામાં મૂકે છે જે આ 200 રોજ 1 લાખથી પણ વધુ કિલોમીટરનું અંતર કાપશે.

બસમાં એલાર્મ સિસ્ટમ:આજે 321 જેટલી 200 ફાળવવામાં આવે છે. જેમાંથી મોટાભાગની બસો દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના અલગ અલગ ડિવિઝનમાં સોંપવામાં આવે છે. આ તમામ નવી બસોમાં ફાયર સિસ્ટમની પણ ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. જો બસમાં કોઈ તકનીકી કારણસર આગ લાગે તો તેમાં એલાર્મ સિસ્ટમ પણ ફીટ કરવામાં આવી છે. જે એલાર્મથી તરત જ ડ્રાઇવરને ખબર પડશે કે બસમાં ક્યાંક આગ લાગે છે. જેના કારણે બસની અંદર ફાયરની બોટલ તેમજ એલાર્મ સિસ્ટમ પણ ફીટ કરવામાં આવી છે.

  1. Gandhinagar News : 400 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત, શાહે કહ્યું હું રમકડાં ભેગા કરીશ
  2. Amit Shah In Gujarat: કેન્દ્રીય ગૃહપ્રધાનની જાહેરાત, ઓખાની NACP દરિયાઈ સીમા સુરક્ષા પ્રશિક્ષણનું કેન્દ્ર બિંદુ બનશે

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details