હોળીના બીજા દિવસે ધૂળેટીનો તહેવાર આવે છે. એકબીજાને ગુલાલ લગાવી અને રંગ છાંટવો, સામાજીક મેળ મિલાપ અને ભાઈચારાની એક્તાનું પ્રતિક છે. આ બહાને લોકો બધા જ મતભેદ ભૂલી એક થઇ જાય છે. હોળીનું મનોવૈજ્ઞાનિક મહત્વ પણ રહેલું છે.
અમદાવાદમાં ડીજેના તાલે યુવાઓએ કરી ધૂળેટીની ઉજવણી - Aaquib Chhipa
અમદાવાદઃ હોળીકા દહન બાદ ગુરુવારે લોકો રંગ પર્વ ધૂળેટીની મજા માણી રહ્યા છે. શહેરની તમામ પોળ, શેરીઓ અને ક્લબમાં યુવાઓને લઇ હોળીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદના વિવિધ ક્લબમાં યુવાઓ રેન ડાન્સ અને ડીજેના તાલે ઝૂમ્યા હતા.
સ્પોટ ફોટો
રંગની પિચકારી અને ગુલાલથી રમવાની પ્રથા સંકેત આપે છે કે, હવે ઠંડીની ઋતુ પુર્ણ થઈ ગઈ છે અને ગરમીના દિવસો ચાલુ થઈ ગયાં છે.