શહેરના સાબરમતી વિસ્તારમાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે તેનો સાવકો પુત્ર વડોદરા રહે છે અને અહીં અમદાવાદ ઘણી વખત આવતો હોય છે. ત્યારે શનિવારે રાતે તે ઘરમાં એકલી હતી ત્યારે તેનો પુત્ર ઘરે આવ્યો હતો અને વાત કરવાના બહાને તેની સાવકી માતાને અંદરના રૂમમાં લઈ ગયો હતો. જ્યાં બાપની ઉંમર થઈ ગઈ છે, માટે મારી સાથે શારીરિક સંબંધ બાંધ તેમ કહેતા માતાએ આ અંગે ઇનકાર કર્યો હતો. જે બાદ પુત્રએ તેની સાવકી માતાના મોઢે રૂમાલ બાંધી જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
સાવકી મા સાથે દુષ્કર્મ આચરનારા પુત્રની ધરપકડ - AHD
અમદાવાદઃ શહેરમાં મા અને પુત્રના સંબંધને લજવે તેવો કિસ્સો સામે આવ્યો છે. સાબરમતી વિસ્તારમાં પોતાની સાવકી માતા સાથે પુત્રએ જ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ છે. જે મામલે પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે.
સ્પોટ ફોટો
આમ એકલતાનો ફાયદો ઉઠાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ કરી આરોપી પુત્રને ઝડપી પાડ્યો હતો અને આરોપીના મેડિકલ ટેસ્ટ પણ કરાવ્યા હતા. હવે રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા આગળની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.