ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: ફ્લેટમાં ગાંજાની અત્યાધુનિક ખેતી, 96 કુંડામાં માદક પદાર્થના છોડ મળ્યા, ગ્રીન હાઉસ પદ્ધતિથી વાવેતર કરવા સર્કિટ અને ટેમ્પ્રેચર ગોઠવ્યું - ગાંજાનું સૌથી મોટું વાવેતર ઝડપાયું

અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ગાંજાનું સૌથી મોટું વાવેતર ઝડપાયું છે. હાઇડ્રોપોનિક્સના પ્રકારના આ ગાંજાનું આધુનિક ટેકનોલોજી દ્વારા ગ્રીન હાઉસ પદ્ધતિથી વાવેતર કરવા સર્કિટ અને ટેમ્પ્રેચરનું આયોજન કર્યું હતું. આ મામલે પોલીસે બે યુવક અને એક યુવતીની અટકાયત કરી છે. જોકે મુખ્ય આરોપી ફરાર થઈ ગયો છે.

Ahmedabad Crime:
Ahmedabad Crime:

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2023, 8:26 AM IST

Updated : Sep 4, 2023, 12:49 PM IST

સરખેજ વિસ્તારમાંથી ગાંજાનું સૌથી મોટું વાવેતર ઝડપાયું

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં અન્ય જગ્યાઓ પરથી ડ્રગ્સ લાવીને તેનું વેચાણ કરવામાં આવતું હોય તેવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે. પરંતુ હવે અમદાવાદમાં જ ડ્રગ્સની ખેતી કરવામાં આવતી હોય તે પ્રકારની બીજી ઘટના સામે આવી છે. અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા ત્યારબાદ હવે સરખેજ વિસ્તારમાંથી ગાંજાનું સૌથી મોટું વાવેતર ઝડપાયું છે. ગુજરાતમાં આ પ્રકારે પહેલી વાર ગાંજાનું વાવેતર મળ્યું હતું.

96 કુંડામાં માદક પદાર્થના છોડ: સરખેજના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા સરખેજના ઓર્ચિડ લેગસી ફ્લેટમાં ડ્રગ્સ લેબ ઝડપાઈ છે. પોલીસને દરોડા દરમિયાન 96 કુંડામાં માદક પદાર્થના છોડ મળી આવ્યા હતા જે તમામ છોડ કબ્જે કર્યા છે.

ગાંજાની અત્યાધુનિક ખેતી:સરખેજના ઓર્ચિડ લેગસીના D2 ફલેટના 1501 અને 1502ના ઘરમાંથી ગાંજાનું વાવેતર મળ્યું છે. હાઇડ્રોપોનિક્સના પ્રકારના ગાંજાનું વાવેતર મળી આવ્યું છે. ગાંજાના કુંડામાં એમિનો એસિડ અંદર નાખવામાં આવતું, જેથી જલ્દી ઉત્પાદન થતું. અંદાજે 96 કુંડામાં ગાંજો ઉગાડ્યો હતો. ગાંજાના વાવેતર માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ગ્રીન હાઉસ પદ્ધતિથી વાવેતર કરવા સર્કિટ અને ટેમ્પ્રેચરનું આયોજન કર્યું હતું. 96 કુંડામાં 5 સેન્ટીમીટર જેટલા ઊંચા ગાંજાના છોડ ઉગ્યા હતા.

"આ પ્રકારે ગાંજાના વાવેતરનો આ પ્રથમ કેસ છે. આ ગુનાનો મુખ્ય આરોપી વોન્ટેડ છે, તેણે જ દોઢ મહિના પહેલા ફ્લેટ ભાડે રાખી આખું સેટઅપ ઉભું કર્યું હતું. પકડાયેલા આરોપીઓમાં રવિ મુસરકા CA ભણેલો છે, વીરેન મોદી પણ ભણેલો છે અને રતીકા પ્રસાદ બીસીએ સુધી ભણેલી છે. આ આરોપીઓએ આ વાવેતર કરવા માટે લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું અને બાદમાં ગાંજો વેચી તેમાં નફામાં ભાગીદારી નક્કી કરી હતી. આ કેસમાં પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાશે." - ડિવિઝન ACP એસ.ડી પટેલ

1 યુવતી અને 2 યુવકોની અટકાયત: આ આરોપીઓ માદક પદાર્થના છોડ ઉછેરીને વિદેશમાં વેપાર કરતા હોવાની પોલીસને આશંકા છે. ઝારખંડના રહેવાસી યુવક દ્વારા આ માદક પદાર્થના 96 છોડનો ઉછેર કરાતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સમગ્ર મામલે 1 યુવતી અને 2 યુવકોની અટકાયત કરીને મુદ્દામાલને જપ્ત કર્યો છે. હજુ પણ પોલીસે માદક પદાર્થની લેબમાં વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં FSLની મદદ લેવાઈ છે.

બે યુવક અને એક યુવતીની અટકાયત

દોઢ માસ પહેલા લેબમાં વાવેતર: આ ઘટનામાં ગાંજાનું બિયારણ ક્યાથી લાવ્યા એ અંગે પોલીસ તપાસ શરૂ કરી છે. ગાંજાનું વેચાણ કરવા માટે દોઢ માસ પહેલા લેબમાં છોડ ઉગાડવાનું શરૂ કર્યું હતું. બંને ફલેટનું 35 હજારનું ભાડું હતું. ફલેટમાં મોટા પાર્સલ આવ્યા હતા, જેથી સ્થાનિકને શંકા ગઈ હતી. સ્થાનિકોએ પોલીસને સંપર્ક કર્યો હતો અને પોલીસે તપાસ હાથ ધરતા ગાંજાનું વાવેતર મળ્યું.

મુખ્ય આરોપી ફરાર:આ મામલે બે યુવક અને એક યુવતીની સરખેજ પોલીસ અટકાયત કરી હતી. જોકે મુખ્ય આરોપી ફરાર થઈ ગયો છે, જે મૂળ રાંચી ઝારખંડના હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક આરોપી CA હોવાનું સામે આવ્યું છે. સરખેજ પોલીસે વહેલી સવાર 3 વાગ્યાથી રેડ શરૂ કરી હતી જે 20 કલાક સુધી ચાલી હતી. આ કેસમાં રવિ મુસરકા, વિરેન મોદી, રતિકા પ્રસાદ નામના આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

  1. Marwadi University Ganja Case : રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં શંકાસ્પદ છોડનો ભેદ FSL તપાસમાં ખુલ્યો
  2. Rajkot Crime: કુલ 20 કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા, એક મહિલા ફરાર
Last Updated : Sep 4, 2023, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details