ત્રણ પૈકી 2 આરોપી મંજુલા શ્રોફ અને શાળાની પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ વિરૂધ 7મી જાન્યુઆરી સુધી કોઈ કાર્યવાહી ન કરવાનો આદેશ કર્યો છે. આ કેસના અન્ય આરોપી હિતેન વંસતની આગોતરા જામીન અરજીની સુનાવણી હજુ બાકી છે.
DPS વિવાદ : અનિતા દુઆ વિરૂધ 7મી જાન્યુઆરી સુધી કોઈ પગલા ન લેવાનો હાઈકોર્ટનો વચગાળાનો આદેશ - Anita Dua
અમદાવાદ : નિત્યાનંદ આશ્રમની સાથે હાથીજણ ખાતે આવેલી DPS સ્કુલ પણ વિવાદમાં સપડાઈ છે. શાળા મુદ્દે શિક્ષણ વિભાગમાં રજૂ કરાયેલો NOC બોગસ હોવાથી DPS સ્કુલના ટોચના આધિકારીઓ મંજુલા શ્રોફ, હિતેન વંસત સહિત 3 આરોપીઓના મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે જામીન ફગાવ્યા હતા. હવે આ કેસના અન્ય આરોપી અમિતા દુઆ દ્વારા દાખલ કરવામાં આવેલી આગતોરા જામીન અરજી મુદે વચગાળાની રાહત આપતા બુધવારે હાઈકોર્ટે 7મી જાન્યુઆરી સુધી ધરપકડ ન કરવાનો આદેશ કર્યો છે.
અગાઉ અમદાવાદ મિઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવતા મહત્વનું અવલોકન કર્યું હતું કે આરોપીઓ વિરૂધ ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે અને જો તેમને જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડા થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખીને જામીન ફગાવવામાં આવ્યા હતાં. કોર્ટમાં આ મુદે પોલીસ દ્વારા સોંગદનામું રજુ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીઓની ગેરહાજરીમાં સ્કુલ દ્વારા લેવામાં આવેલી બોગસ NOC તપાસ માટે મેળવી શકાશે નહિ.
પોલીસે સોંગદનામામાં આક્ષેપ કર્યો છે કે આ કેસના આરોપી અને સહ-આરોપીઓ દ્વારા ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. DPS ઈસ્ટ શાળાએ ખોટી NOC મેળવી શાળા શરૂ કરી હતી. આરોપીઓ સધ્ધર છે અને સ્કુલ સત્તાધીશો તરફથી પણ તપાસમાં સહયોગ ન મળતો હોવાથી તેમના આગોતરા જામીન મંજુર કરવામાં ન આવે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ત્રણ દિવસ સુધીમાં પોલીસ આરોપીઓની ધરપકડ જ કરી શકે છે.
અગાઉ અરજદારના વકીલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ત્રણેય આરોપીઓને પોલીસ સોંગદનામું રજુ ન કરે ત્યાં સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવે તેવી દાદ સાથે અરજી દાખલ કરતા કોર્ટે તેને માન્ય રાખીને અગામી મુદત સુધીમાં ધરપકડમાંથી રાહત આપી હતી.
શિક્ષણ વિભાગ દ્વારા DPS પૂર્વ શાળા સંચાલકો કારોકસ ગ્રુપના એમડી શ્રોફ, હિતેન વંસત અને પૂર્વ પ્રિન્સિપાલ અમિતા દુઆ સામે બોગસ NOC મુદે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જીલ્લા શિક્ષણ અધિકારી(ગ્રામ્ય) દ્વારા વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે NOC ગુજરાત સરકારનું ન હોવાથી CBSEએ DPS સ્કુલની માન્યતા રદ કરી હતી.