હાઈકોર્ટમાં જસ્ટીસ બેલા ત્રિવેદીની કોર્ટમાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા જવાબ રજુ કરતા દલીલ કરવામાં આવી હતી કે, પ્રશ્નપત્રમાં છબરડા હોવાના અરજદારના આક્ષેપ ખોટા છે અને કોઈને સમજવામાં તકલીફ પડે તો સાથે આપેલા અંગ્રેજી ભાષાના પ્રશ્નપત્રમાંથી સમજીને વિકલ્પ પંસદ કરી શકાય. NTAએ અરજદારના દાવાની તપાસ જે તે વિષયના એક્સપર્ટ પાસેથી કરાવી હોવાની પણ રજૂઆત કરી હતી.અરજદારે ગુજરાતી ભાષાના ફિઝિક્સ પેપરમાં વિવાદાસ્પદ પ્રશ્નમાં જવાબની પંસદગી કરી નથી. જેથી બોનસ ગુણ મેળવવાની માંગ માની શકાય નહિ. આજ રીતે ગણિતના પેપરમાં અરજદારે ખોટો વિકલ્પ પંસદ કર્યો હતો અને જે પ્રશ્નમાં ટાઈપિંગ ભુલ થઈ હતી તેનું અંગ્રેજી પ્રશ્નપત્રથી સમજી શકાય છે.
અગાઉ જસ્ટીસ વી.પી પટેલે કેન્દ્રિય માનવ સંશાધન મંત્રાલય અને નેશનલ ટેંસ્ટીગ એજન્સીને (NTA) નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.અરજદાર અનુરાગ પાઠકનો આક્ષેપ છે કે, ગુજરાતી માધ્યમના બે ફિઝિક્સ અને મેથેમેટિક્સના પેપરમાં છબરડા બદલ તમામ 5 થી 6 હજાર જેટલા ઉમેદાવારોને બોનસ ગુણ આપવામાં આવે અને ફરીથી રિઝલ્ટ જાહેર કરવામાં આવે. જેથી ગુજરાતી માધ્યમના વિધાર્થીઓના કોમન રેન્ક લિસ્ટમાં (CRL) વધારો જોવા મળી શકે. પરીક્ષાના રિઝલ્ટ બાદ કોમન રેન્ક લિસ્ટ (CRL) તૈયાર કરવામાં આવે છે, જેના આધારે વિદ્યાર્થીઓેને બીટેક - બી.ઈની કોપ્યુટર સાઈન્સ , મીકેન્કલ સહિતની સ્ટ્રીમ અને કઈ કોલેજમાં પ્રવેશનું નક્કી થતું હોય છે.