અમદાવાદ : અરજદાર પત્ની તરફથી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી હતી કે તેમની પાસે આવકનો કોઈ સ્ત્રોત ન હોવાથી સુનાવણી દરમિયાન સુરતથી અમદાવાદ ફેમિલી કોર્ટમાં હાજરી આપવું ખુબ જ મુશ્કેલ ભર્યુ રહે છે. સુરતથી અમદાવાદ આવવા લગભગ સાત કલાક જેટલો સમય લાગતો હોવાની પણ દલીલ કરાઈ હતી. પક્ષકાર તરીકે જોડાયેલા પતિએ આ અંગે સોંગદનામું રજુ કર્યું હતું. જેમાં કોઈ વાંધો રજુ ન કરતા હાઈકોર્ટે કેસ ટ્રાન્સફર કરવાની અરજદારની માગ મંજૂર કરી હતી.
હાઈકોર્ટે છુટ્ટાછેડાનો કેસ અમદાવાદથી સુરત ફેમિલી કોર્ટમાં ટ્રાન્સર કર્યો
સામાન્ય રીતે લગ્ન થયા હોય ત્યાં અથવા જ્યાં રહેતા હોય ત્યાંની ફેમિલી કોર્ટમાં લગ્નેતર સંબંધિત કેસ ચાલતા હોય છે, પરંતુ આવકનો કોઈ સ્ત્રોત ન ધરાવતા અરજદાર પત્નીએ રિટ દાખલ કરતા હાઈકોર્ટે કેસને અમદાવાદ ફેમિલી કોર્ટથી સુરતની ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ કર્યો છે.
હાઈકોર્ટે છુટ્ટાછેડાનો કેસ અમદાવાદથી સુરત ફેમિલી કોર્ટમાં ટ્રાન્સર કર્યો
આ સમગ્ર કેસની વિગત એવી છે કે લગ્ન બાદ પતિ અને પત્ની વચ્ચે છુટાછેડા માટે હિન્દુ મેરેજ એક્ટ 1955 મુજબ 13(A) હેઠળ અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં છુટ્ટાછેડાની પ્રક્રિયા ખુબ જ લાંબી હોવાથી અરજદાર પત્નીએ કેસને સુરત ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી દાખલ કરતા હાઈકોર્ટે મંજૂરી આપી હતી.